વિનાયક ચોથ નું વ્રત કરવાથી ગણેશજી બધી મનોકામનાઓ પૂરી કરે છે, જાણો વ્રત વિધિ અને મહત્વ

હિન્દુ પંચાંગ પ્રમાણે દર મહિનામાં આવતી સુદ પક્ષની ચતુર્થી તિથિને ભગવાન શ્રીગણેશજીને પ્રસન્ન કરવા માટે વિનાયકી ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. માગશર મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આ વખતે આ વ્રત 30 નવેમ્બર, શનિવારે આવે છે. આ દિવસે ભગવાન શ્રીગણેશનું વિધિ-વિધાનથી પૂજન અને આ વ્રતનું આસ્થા અને શ્રાદ્ધાથી પાલન કરવાથી ભગવાન શ્રીગણેશની કૃપાથી મનોરથ પૂરાં થાય છે. જીવનમાં સતત સફળતા પણ પ્રાપ્ત થાય છે

વ્રત વિધિ-

સવારે વહેલાં ઊઠીને સ્નાન વગેરે કામ વહેલાં ઊઠીને પૂરાં કરી લો. બપોરના સમયે પોતાની ઈચ્છા પ્રમાણે સોના, ચાંદી, તાંબા, પીત્તળ કે માટીથી બનેલ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો.

સંકલ્પ મંત્ર પછી શ્રીગણેશની ષોડ્શોપચાર પૂજા-આરતી કરો અને ગણેશજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો.

ऊँ गं गणपतयै नम: મંત્ર બોલીને 21 દૂર્વા દળ ચઢાવો તથા બૂંદીના 21 લાડુઓનો ભોગ લગાવો. તેમાંથી 5 લાડુ મૂર્તિની પાસે રાખી દો અને 5 બ્રાહ્મણોને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો.

પૂજામાં શ્રીગણેશ સ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશક સ્ત્રોત વગેરેનો પાઠ કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપ્યા પછી સાંજના સમયે પોતે ભોજન ગ્રહણ કરો. શક્ય હોય તો વ્રત કે ઉપવાસ પણ કરો.

વિનાયકી ચતુર્થીનું મહત્વ-

વિનાયકી ચતુર્થીને વરદ વિનાયકી ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન પાસેથી પોતાની કોઈપણ મનોકામનાની પૂર્તિના આશીર્વાદને વરદ કહે છે. જે શ્રદ્ધાળુ વિનાયકી ચતુર્થીનું ઉપવાસ કરે છે ભગવાન ગણેશ તેને જ્ઞાન અને ધૈર્યના આશીર્વાદ આપે છે. જ્ઞાન અને ધૈર્ય એવા બે ગુણો છે જેનું મહત્વ સદીઓથી મનુષ્યને જ્ઞાત છે. જે મનુષ્યની પાસે આ ગુણ છે તે જીવનમાં ઘણી ઉન્નતિ કરે છે અને મનોવાંછીત ફળ પ્રાપ્ત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો