હનુમાનજીનું એકમાત્ર મંદિર, જ્યાં એક ખાસ વસ્તુનો પ્રસાદ ધરાવવામાં આવે છે

આપણાં દેશમાં હનુમાનજીના અનેક મંદિર છે પરંતુ તેમાંથી કેટલાક ખૂબ ખાસ છે. આવું જ એક ખાસ મંદિર છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. અહીં હનુમાનજીને ચોલા ચઢાવવા માટે ભક્તોને બુકિંગ કરાવવી પડે છે, તેના પછી જ વર્ષો પછી નંબર આવે છે. આ મંદિરનું નામ શ્રી વીર અલીજા હનુમાન મંદિર છે.

700 વર્ષ જૂનું છે ઇન્દોરનું આ હનુમાન મંદિર, અહીં ચોલા ચઢાવવા માટે કરાવવું પડે છે બુકિંગ, તેના પછી પણ વર્ષો લાગી જાય છે નંબર આવવામાં

2021 સુધી થઈ ગઈ છે બુકિંગ

ઇન્દોરના પંચકુઇયા ક્ષેત્રમાં શ્રી વીર અલીજા હનુમાન મંદિરમાં ચોલા ચઢાવવા માટે 2021 સુધીની બુકિંગ થઈ ગઈ છે. મંગળવારના ચોલા ચઢાવવા માટે 5 જાન્યુઆરી 2021 સુધી અને શનિવારે ચોલા ચઢાવવા માટે જૂન 2020 સુધીની બુકિંગ થઈ ગઈ છે. આ અનુષ્ઠાન સવારે ભક્તની હાજરીમાં પુજારી કરે છે. મંદિરના પુજારી બાળ બ્રહ્મચારી પવનાનંદ મહારાજે જણાવ્યુ કે મંદિર આશરે 700 વર્ષ જૂનું છે. ભગવાન અહીં વીર સ્વરૂપમાં છે. અહીં ભગવાનની સ્વયંભૂ પ્રતિમા છે. તેમના બંને હાથમાં ગદા છે. ભગવાનની પ્રતિમા પાષાણની છે. તેની ઊંચાઈ 5 ફૂટ અને પહોળાઈ 3 ફૂટ છે.

એક દિવસ પહેલા આપવામાં આવે છે માહિતી

બુકિંગ પછી ભક્તને એક પાવતી આપવામાં આવે છે, જેમાં તેની તરફથી ચોલા ચઢાવવાની તારીખ લખેલી હોય છે. ચોલા ચઢાવવાની તારીખના એક દિવસ પહેલા ભક્તને મંદિરની તરફથી ફોન કરીને માહિતી આપવામાં આવે છે જેના પછી ભક્ત તે દિવસે પહોંચીને તેમાં સામેલ થાય છે. જો કોઈ કારણોસર તે નથી આવી શકતા તો તેની તરફથી ચોલા ચઢાવી દેવામાં આવે છે. તેમાં અડધો કિલો સિંદૂર, 200 ગ્રામ તેલ, 200 ચાંદીનું વરખ અને અત્તરની બોતલનો ઉપયોગ કરવામાં આવે છે. પુજારી મુજબ, ભગવાનને ચોલા ચઢાવવા માટે મંદિરમાં પંડિતનો સંપર્ક કરવાનો હોય છે. તેના માટે 1500 રૂપિયાની પાવતી કાપવામાં આવે છે.

ધરાવે છે ભાંગનો પ્રસાદ

સામાન્ય રીતે ભગવાન શિવને ભાંગનો પ્રસાદ ધરાવવામાં આવે છે પરંતુ શ્રી વીર અલીજા મંદિરમાં હનુમાનજીને રોજ અડધો કિલો ભાંગનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે. કદાચ આ ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનજીને ભાંગનો પ્રસાદ ધરાવવાની પરંપરા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો