જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાને ગર્વનરના હસ્તે અહિંસા એવોર્ડ એનાયત

જાણીતા હીરા ઉદ્યોગપતિ વસંત ગજેરાને તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સેવાઓમાં યોગદાન બદલ અહિંસા વિશ્વ ભારતી ટ્રસ્ટ દ્વારા અહિંસા એવોર્ડ એનાયત કરાયો છે.

2 માર્ચે સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયેલા સમારંભમાં ગર્વનર ઓ.પી. કોહલી, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા અને અહિંસા વિશ્વભારતી ટ્રસ્ટના પ્રણેતા આચાર્ય લોકેશ મુનિ અને જાણીતા લેખક કુમારપાળ દેસાઇની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયો હતો. અહિંસા વિશ્વભારતી ટ્રસ્ટ મહાત્મા ગાંધીના વિચારોને આધારે આધ્યાત્મિકતા અને માનવ કલ્યાણના ક્ષેત્રમાં કામ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.

બાપુના જન્મજયંતિના 150માં વર્ષે સંસ્થાએ સુરતમાં સેમીનારનું આયોજન પણ કર્યું હતું.આ પ્રસંગે ગુજરાત અને સુરતમાંથી જુદા જુદા ક્ષેત્રોના અગ્રણીઓ હાજર રહ્યા હતા. એવોર્ડ એનાયત થયા પછી વસંતભાઇએ કહ્યું હતું કે તેઓ આ એવોર્ડ બદલ ખૂબ આભારી છે અને સંસ્થા પ્રત્યે અનુગ્રહિત છે. ઉલ્લેખનીય છે કે વસંતભાઇ ગજેરા સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ શૈક્ષણિક અને સ્વાસ્થ્ય સેવાઓને લગતી સંસ્થાઓ શરૂ કરી લાખો જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે.

વસંતભાઇ ગજેરા એટલે લેઉવા પટેલ સમાજના ભામાશાઓ માથી એક છે. જયારે પણ સમાજને જરુર પડી છે ત્યારે તેઓ પોતાનાથી બનતી મદદ કરે છે. તેમણે કયારેય પણ પોતાનો અગંત સ્વાર્થ વિચાર્યા વગર સમાજના કામ કર્યા છે. સમાજ કયારેય આવા આગેવાનો ને ભુલશે નહી. સમાજ અને દેશ માટે હંમેશા કાર્યો કરતા રહો એવી ભગવાનને પ્રાથના.

જય સરદાર.
જય મા ખોડિયાર.

આ પણ વાંચજો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો