સાસરિયાઓએ કાઢી મૂકતા નિરાધાર બનેલ વૈશાલીબેન આજે 6 હજાર મહિલાઓના આધાર બન્યા

રાજકોટ: જ્યારે કોઈનો ધોળા દિવસે ઘરનો આશરો છીનવાઇ જાય તો પણ તે હિંમત હારી જાય છે, પરંતુ રાજકોટની એક મહિલાને આજથી 6 વર્ષ પહેલા તેના સાસરિયાઓએ ‘તું રસોઈ નથી કરતી, તને ઘરનું કામ નથી આવડતું’ તેમ કહીને રાત્રે 12 કલાકે ઘરની બહાર કાઢી મૂકી હતી. આજે હવે તે જ મહિલા 6 હજાર પરિવારનો આધાર બની છે. પોતાની સાથે આવી ઘટના ઘટ્યા બાદ મહિલાએ IASની તૈયારી મૂકીને સામાજિક સેવાના કામમાં લાગી ગયા. જેમાં ઝૂંપડપટ્ટીનાં બાળકોને શિક્ષિત કરવાથી લઈને નિરાધાર વૃધ્ધને પ્રવાસમાં લઈ હરિદ્વાર, દ્વારકા, સોમનાથ સહિતના ધાર્મિક સ્થળે યાત્રા માટે લઈ જાય છે.

સાસરિયાઓએ કાઢી મૂકતા નિરાધાર બની, રાજકોટમાં 6 હજાર મહિલાઓને પગભર કરી
  • 6 વર્ષ પહેલા આખી રાત રોડ પર જ વિતાવી
  • IASની તૈયારી મૂકીને સામાજિક સેવાના કામમાં લાગી ગયા
  • નિરાધાર વિધવા બહેનોને હિન્દી-અંગ્રેજી-સંસ્કૃત ભાષા શીખવે છે

વિનામૂલ્યે સીવણ, પાર્લર અને કૂકિંગના ક્લાસ શરૂ કર્યાં

રાજકોટમાં રહેતા વૈશાલી સોરઠિયાનાં લગ્ન 2013માં થયા હતા. તેમને IAS બનવું હતું. આની તૈયારી પણ ઘણા સમયથી ચાલતી હતી. લગ્નના એક જ વર્ષમાં તેને સાસરિયાએ ઘરની બહાર કાઢી મૂકી. આ બાદ IASની તૈયારી મૂકી દીધી અને સૌ પ્રથમ તેઓએ ભાડાની બિલ્ડિંગમાં સ્પોકન ઈંગ્લિશના ક્લાસ શરૂ કર્યા. જેમાં શરૂઆતમાં માત્ર 3 જ વિદ્યાર્થીઓ હતા. પોતાની સાથે જેવું બન્યું તેવું બીજી કોઈ મહિલા સાથે ન બને તે વૈશાલીબેન સોરઠિયાનો મુખ્ય હેતુ હતો. પરંતુ આ માટે મહિલાઓને પગભર બનાવવાનું નક્કી કર્યું અને આ માટે જેનિથ એજ્યુકેટેડ ફાઉન્ડેશનની સ્થાપના કરી સીવણ, પાર્લર, કૂકિંગનાં કલાસ શરૂ કર્યા અને ત્યક્તા, વિધવા બહેનોને વિનામૂલ્યે તાલીમ આપવાની શરૂઆત કરી.

સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર પણ આપે છે

અત્યાર સુધીમાં 6 હજાર બહેનોને તેઓએ વિવિધ કોર્સ ચલાવીને પગભર બનાવી દીધા છે. હાલ અત્યારે ગૃહ ઉદ્યોગ ચલાવીને પણ બહેનોને રોજગારી આપી રહ્યા છે. તો જે લોકો નિરાધાર વિધવા બહેનો છે તેમને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત ભાષા શીખવાડી તેઓને શિક્ષિત બનાવે છે અને કમ્પ્યૂટરની તાલીમ પણ આપે છે, તો અનાથ અને જરૂરિયાતમંદ હોય તેઓને ફ્રીમાં ભણતર આપે છે. સ્લમ વિસ્તારનાં બાળકોને શિક્ષિત કરે છે એટલું જ નહીં તેઓને હેલ્થ અને હાઇજિન શું છે તેની ખબર પડે આવા બાળકોના ઘરે જઇને તેઓ નખ,વાળ ખુદ કાપી આપે છે. સમાજમાં કેવી રીતે રહેવાય, કેવી રીતે જમાય, શિક્ષણથી શું ફાયદો થાય છે તેની પણ સમજ આપે છે અને સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર પણ આપે છે.

આવી સામાજિક સેવાના ભગીરથ કાર્ય કરનાર બેનને સો સો સલામ.. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો