દીકરી જ્યારે પધારે, ઘર નંદનવન બની જાય છે. સમજણનો સેતુ, માનવીને મહાન બનાવી જાય છે.

દીકરી જ્યારે પધારે, ઘર નંદનવન બની જાય છે. સમજણનો સેતુ, માનવીને મહાન બનાવી જાય છે. આમ તો હું જોબ પર જતો હોવ છું, ત્યારે મારે રોજ સવાર-સાંજ યોગીચોક સાવલિયા સર્કલથી પસાર થવું પડે છે. ગઈકાલે હું મારી જોબ પરથી ઘરે રહ્યો હતો, મારી બાઇક રાબેતા મુજબ આમ્રકુંજ સોસાયટી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાંજ અચાનક એ ભરતભાઈ ! એવો પરિચિત અવાજ મારા કાને અથડાયો. મને પુકારતો અવાજ સાંભળી મેં બાઇકને બ્રેક મારી. ચીચીયારી કરતી મારી બાઇક થંભી ગઈ.

મેં પાછળ ફરીને જોયું તો, મારો મિત્ર ગણો કે ભાઇ! એવાં લાસા ગામના વતની આશીષભાઈ કોટડિયા નજરે ચઢ્યા. આમ તો આશીષભાઈ અને મારુ મળવું એ કોઈ નવી વાત નહોતી! છાસવારે અમે મળતા રહેતાં. આજે મને આશીષભાઈના ચહેરા ઉપર ખુશીની લકીરો અંકીત થયેલી જોઈ! હું સમજી ગયો કે આશીષભાઈ કોઈ પ્રસંગમાંથી આવી રહ્યાં છે.

મેં સ્વાભાવિક જ પૂછ્યું : ” કોઈ પ્રસંગમાંથી આવી રહ્યાં છો? ”

મારા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આશીષભાઈએ મને જે વાત કરી એ સાંભળીને મારા રોમ રોમમાં આનંદની લહેર દોડી ઊઠી. આનંદ તો આશીષભાઈને પણ હતો કે જે ઘટનાના એ સાક્ષી બન્યા હતાં એ કોઈ સામાન્ય ઘટના નહોતી. એક ઐતિહાસિક કહી શકાય તેતી ઘટના હતી. આશીષભાઈએ એમના મિત્ર એવા અભયભાઈ વાડદોરિયાના પ્રસંગની વાત કરી. આ સાંભળીને હું પણ ઘડીક ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયાે. એક પળ વિચાર આવી ગયો, કાશ! આપણા સમાજમાં આવા પરિવારો હોય તો, સમાજને કોઈ જાતની તકલીફ જ ન પડત. આશીષભાઈએ જે કિસ્સો વર્ણવ્યો તે સમાજની આંખ ઉઘાડનારો છે. જે હું મારા શબ્દોમાં વર્ણવું છું.

ઘરમાં કોઈ નાનકડું મહેમાન પધારવાનું હોય, ત્યારે કોને આનંદ ન હોય? ઘરના બધા જ લોકોના મનમાં કલ્પનાના ઘોડાઓ ઉછાળા મારવા લાગે. આ પુરુષ પ્રધાન સમાજમાં દિકરો જન્મે એવી ખુશી અગાઉથી જ ઉછાળા મારવા લાગે. પણ જો દીકરીનો જન્મ થાય તો, બધાના મોં વિલાઈ જાય! આવા સમાજમાં સુરતમાં પેટીયું રળવા સૌરાષ્ટ્ર માંથી આવેલ બટુકભાઈ વાડદોરિયાએ સમાજની આંખો ઉઘાડવાતુ કાર્ય કર્યું. બટુકભાઈ એના પુત્રરત્ન એવાં અભયભાઇ ના લગ્ન હર્ષિતાબેન સાથે ધામધૂમ થી કર્યા. અભયભાઇના સંસારની રગશીયું ગાડું ચાલવા લાગ્યું. દિવસો પર દિવસો વિતવા લાગ્યા. હર્ષિતાબેનના પગ ભારે થયા. વાડદોરિયા પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું. આજે જ્યારે દીકરીને સાપનો ભારો ગણવામાં આવે છે અને આ સમાજમાં સ્ત્રીભૃણ હત્યા જેવાં જઘન્ય અપરાધ થઈ રહ્યાં છે ત્યારે વાડદોરિયા પરિવારમાં સમાચાર આવ્યા કે, “લક્ષ્મી પધાર્યા” આપણી માનસિકતા ગણો કે જે ગણો તે! દીકરીના જન્મને આપણે ધરાર સ્વીકારી શકતા નથી. ઘણાં કિસ્સાઓમાં તો જેની કેડેથી દીકરી અવતરી હોય, તે સ્ત્રીને દોષિત ગણવામાં આવે છે. એજ તો સમાજની વિટંબણા છે.

આવાં કપરા સમયે વાડદોરિયા પરિવારમાં દીકરીનો જન્મ થયો. સમાજસેવાના રંગે રંગાયેલ આ પરિવારે નકકી કર્યુ કે, છોને લોકો ગમે તે કહે આપણે સમાજને જાગ્રત કરવા અને દિકરો-દીકરી એક સમાનના સુત્રને સાર્થક કરવું છે. આ વિચારે બટુકભાઈના પરિવારે દીકરી જન્મને હર્ષોલ્લાસથી વધાવી લીધો. આ પરિવારની મહાનતા તો જુઓ! હર્ષિતાબેન ની કેડેથી હમણાંજ બીજું કન્યારત્ન અવતર્યુ. વાડદોરિયા પરિવારમાં ફરી આનંદ ફેલાઈ ગયો. ઘરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો. એટલું નહીં દીકરીના જન્મની ખુશીમાં પાંચસો માણસ નું જમણવાર કરવામાં આવ્યું. ધન્ય છે બટુકભાઈના આ સંસ્કારી નિર્ણયને, ધન્ય છે વાડદોરિયા પરિવારને કે જેણે એક નહી બબ્બે દિકરીઓને સ્રુષ્ટીના કાર્યને આગળ વધારવા વધાવી લીધી.

ભરત કોટડિયા -સૂરત

આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો