કોરોનાને પછાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે

કોરોના સામેની લડાઈમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 1 ‘મ’થી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સિનેશન કરવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા એક વર્ષથી સરકાર સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે કે દેશમાં વધારેથી વધારે લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવે. સરકાર હવે 1 મેથી કોરોના વેક્સિનેશન રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ કરવા જઇ રહી છે. આમાં 18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકો કોવિડ 19 વેક્સિન લગાવવાને યોગ્ય હશે.

કેન્દ્ર સરકારનો આ નિર્ણય દવા કંપનીઓ અને ટૉપ ડૉક્ટર્સની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમવારના થયેલી બેઠક બાદ આવ્યો છે. 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોના વાયરસની વેક્સિન લગાવવાને લઇને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આને લઇને જલદી પ્રોટોકોલ વિશે જાણકારી આપવામાં આવશે. આ લોકોને વેક્સિન માટે કિંમત ચુકવવી પડશે કે કેમ તેના પર સરકાર જલદી જાણકારી આપશે. તાજેતરમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ માંગ કરી હતી કે કોરોના વેક્સિન માટે નક્કી કરવામાં આવેલી ઉંમર ઘટાડવામાં આવે.

આવામાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવતા હતા, પરંતુ હવે 18 વર્ષથી વધારેની ઉંમરવાળાઓને પણ એક ‘મે’થી વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશન સેન્ટર પર લોકોએ પોતાનું આધાર કાર્ડ લઇને જવાનું રહેશે, ત્યારબાદ વેક્સિનના ડોઝ આપવામાં આવશે.

આ અગાઉ શુક્રવારે 18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની માંગ કરતી એક અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ થઈ હતી. વકીલ એમઆર શમશાદે વકીલ રશ્મિ સિંહ તરફથી એક અરજી દાખલ કરી દેશમાં સતત પ્રવૃત્તિશીલ અને યુવાનોને વેક્સિન લગાવવાની માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો