દેશની પહેલી લેડી કોબરા કમાન્ડો, તેના નામથી જ ધ્રૂજવા લાગે છે નક્સલીઓ, AK-47 લઈને ફરે છે જંગલોમાં

આજે અમે તમને એક એવી બહાદુર લેડી ઓફિસર વિશે જણાવી રહ્યા છીએ, જેની પોસ્ટિંગ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં થઈ છે. ઉલ્લેખનીય છે કે નક્સલીઓ તેના નામથી જ ધ્રૂજવા લાગે છે. આ છે CRPFથી દેશની પહેલી લેડી કોબરા કમાંડો ઉષા કિરણ, જે ગુરિલ્લા ટેક્ટિક અને જંગલ વારમાં એક્સપર્ટ છે. તેને હાલમાં જ Vogue Women Of The Yearની તરફથી ‘યંગ અચીવર ઓફ ધ યર’ પસંદ કરવામાં આવી છે. એવોર્ડ લેતી વખતે 27 વર્ષની ઉષા કિરણે કહ્યું હતું – તમે મહિલાઓને ફોર્સનો ભાગ બનવા માટે હિમ્મત આપો, બાકી કામ તે આપોઆપ કરી લેશે.

ટ્રેનિંગ પૂરી થતા જ કહ્યું હતું – મને મુશ્કેલ વિસ્તારમાં આપો પોસ્ટિંગ

– મૂળ રૂપથી ગુડગાંવ (હવે ગુરુગ્રામ)ની રહેવાસી આ લેડી ઓફિસરે માત્ર 25 વર્ષની ઉંમરમાં CRPF જોઇન કર્યું હતું. તેમના પિતા અને દાદા પણ CRPFમાં રહી ચૂક્યા છે.

– CRPFની 232 મહિલા બટાલિયનમાં એક વર્ષની ટ્રેનિંગ પછી ઉષા કિરણે સીનિયર્સ પાસે ડિમાન્ડ કરી હતી કે તેની પોસ્ટિંગ જમ્મૂ-કાશ્મીર, ઉત્તર-પૂર્વી રાજ્ય અથવા પછી નક્સલ પ્રભાવિત વિસ્તારમાં કરવામાં આવે.

ટ્રેનિંગ પૂરી થતા જ કહ્યું હતું – મને ખતરનાક જગ્યાએ કરો અપોઇન્ટ

– ઉલ્લેખનીય છે કે ઉષા કિરણ CRPFની પહેલી મહિલા ઓફિસર છે, જેણે નક્સલ પ્રભાવિત વિસ્તાર બસ્તરની દરભા ખીણમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી. ફોર્મલ નેશનલ એથ્લિટ રહી ચૂકેલી ઉષા કિરણને CRPFની સૌથી ખતરનાક વિંગ કોબરામાં આસિસ્ટન્ટ કમાન્ડર તરીકે પોસ્ટિંગ આપવામાં આવી છે.

– દરભા એ જ વિસ્તાર છે જ્યાં 25 મે, 2013ના ઝીરમ ખીણમાં એક સાથે અનેક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ સહિત 32 લોકોની નક્સલિઓએ નિષ્ઠુરતાથી હત્યા કરી દીધી હતી.

AK-47 લઈને ફરે છે જંગલોમાં

– નક્સલિયોના ગઢમાં આ જાંબાજ ઓફિસર AK-47 જેવા હથિયારોથી માત્ર મુકાબલો જ નથી કરતી, પરંતુ ત્યાં રહેતી યુવતીઓ અને મહિલાઓના અંદરનો ડર દૂર કરવા માટે પણ કામ કરે છે.

– અજાણ્યા જંગલ તથા ખીણમાં તે માત્ર નિડર થઈને ફરતી નથી, પરંતુ આ ખતરનાક વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવે છે.

– ઉષા કિરણ ફોર્સનું કામ ન હોવા પર સ્કૂલી કિશોરીઓને અભ્યાસ કરાવે છે. આ સિવાય તેમને નિડર થઈને પોલીસની મદદ કરવા માટે પણ શીખવે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો