આ છે ‘વાયર વુમન’ ઉષા, ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં લાઈન વુમનનું કામ કરતી આ મહિલા કોઈ પણ સીડી વગર વીજળીના થાંભલા પર ચડી જાય છે

વિશ્વભરની મહિલાઓ પુરુષોની સમાનતાનું કામ કરી છે. લોકો કહે છે કે, આ કામ પુરુષોથી જ થાય, મહિલાઓથી નહિ. ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝે એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમાં એક મહિલા વીજળીના થાંભલા પર આરામથી ચડતી દેખાઈ રહી છે. પાવર સપ્લાય ચાલુ કરીને તે થાંભલા પરથી ઉતરતી પણ દેખાઈ રહી છે. આ મહિલા મહારાષ્ટ્રના બીડ જીલ્લાની ઉષા જગદાલે છે. લોકડાઉન દરમિયાન જ્યારે વીજળી કર્મચારીઓ સમય પહોંચી શકતા નહોતા ત્યારે ઉષા લોકોને મદદ કરીને પાવર સપ્લાયની ફરિયાદ દૂર કરતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઉષા કોઈ પણ સીડીની મદદ વગર વીજળીના થાંભલા પર ચડી જાય છે અને કોઈ સેફ્ટી સાધનો વિના તૂટેલા તારને જોડી પણ દે છે. આની પહેલાં કોઈ મહિલાએ ઉષા જેવું કામ કરીને બતાવ્યું નથી.

ઉષા મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડીસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડમાં લાઈન વુમનનું કામ કરે છે. બાળપણથી તેને સ્પોર્ટમાં રસ છે. તે ખો-ખો ટીમની સ્ટેટ લેવલ કેપ્ટન પણ રહી ચૂકી છે અને 11 ગોલ્ડ મેડલ જીત્યા છે.

સ્પોર્ટ્સની સીટ પરથી ઉષા ટેક્નિશિયનની નોકરી માટે સિલેક્ટ થઇ. સૌથી પહેલાં તેને ઓફિસનું કામ આપવામાં આવ્યું પરંતુ તેણે ઓફિસમાં કામ કરવાને બદલે ફિલ્ડમાં કામ કરવાનું પસંદ કર્યું જેથી લોકોને કોઈ પણ અડચણ વગર વીજળી મળતી રહે.

સોશિયલ મીડિયા પર તેના કામનો વીડિયો ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે. આ જોઇને બધા આશ્ચર્યચક્તિ થઇ ગયા છે. વીડિયોને અત્યાર સુધી 15 હજારથી વધારે લોકોએ જોયો છે. જો કે,વીડિયો વાઈરલ થતા ઘણા લોકોએ ઉષાના વખાણ કર્યા છે તો ઘણા લોકોએ તેને સેફ્ટી સાધનો વાપરવાની સલાહ આપી. એક યુઝરે લખ્યું કે, પ્રોટેક્ટિવ ગિઅર વગર આ કામ કરવું ખોટું છે, કદાચ તે થાંભલા પરથી પડી જાય તો કોણ જવાબદાર હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો