બે મહિલાઓએ નોકરી છોડીને માત્ર ત્રણ પશુ સાથે શરૂ કરી ડેરી, આજે મહિને ત્રણ લાખની કમાણી કરે છે

હરિયાણાના હિંસારના આદમપુરમાં રહેતી બે મહિલા અરૂણા અને સુનિતાએ અધ્યાપક અને ખાનગી નોકરી છોડીને પશુપાલનનો વ્યવસાય સ્વીકાર્યો છે. શરૂઆતમાં માત્ર ત્રણ પશુઓથી આ વ્યવસાય તેણે શરૂ કર્યો હતો. આજે બંનેની ડેરીમાં કુલ 80 પશુઓ છે. દુઘની બનાવટ તૈયાર કરીને માર્કેટમાં વેચીને દર મહિને બંને ત્રણથી ચાર લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. સુનિતાએ અન્ય મહિલાઓને પ્રેરણા મળે એ હેતુંથી યુ ટ્યુબ અને ફેસબુક પર એક પેજ બનાવ્યું છે. જેમાં તે પશુપાલન અંગેની ટિપ્સ પણ આપે છે.

એક રાષ્ટ્રીય સ્તરના મેળામાં સુનિતા અને અરૂણાએ ભાગ લીધો હતો. જ્યાં બંનેનું સન્માન પણ કરવામાં આાવ્યું હતું. અરૂણા આદમપુરમાં અઘ્યાપક હતી. જ્યારે સુનિતા એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતી હતી. આ બંનેએ નોકરી છોડીને પશુપાલનમાં કેરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. હવે આ બંને મહિલાઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બન્યા છે. પરંપરાગત ઢાંચા સિવાય વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ પશુપાલન કરવું જોઈએ. જેથી પશુપાલનમાં પણ સફળતા મળી રહે. કારણ કે કોઈ પણ કામ નાનુ-મોટું નથી હોતુ. દરેક ક્ષેત્રમાં મન લગાવીને કામ કરવું જોઈએ. એવું બંનેએ જણાવ્યું હતું. અરૂણાએ જણાવ્યું હતું કે, 2001માં યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં પશુપાલનથી એક ખેડૂત મહિને લાખો રૂપિયા કમાતો હતો.

આ વીડિયોની ખૂબ જ અસર થઈ અને નોકરી છોડીને પશુપાલન કરવાનું વિચાર્યું. આજે ડેરીમાં કુલ 80 પશુઓ છે. જેની મદદથી દર મહિને 3 લાખ રૂપિયા જેટલી આવક થાય છે. પશુપાલનની સાથોસાથ તે દુધ, દહી, પનીર અને દુધની બનાવટ વેચવાનું કામ પણ કરે છે. સુનિતાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ભેંસ સંસ્થામાં ટ્રેનિંગ લઈને ભાઈ સાથે આદમપુરમાં એક ડેરી શરૂ કરવાનું વિચાર્યું હતું. આજે જુદા જુદા બ્રીડના 60 પશુઓ છે. દર મહિને તેનાથી બે લાખ રૂપિયા જેટલી કમાણી થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો