અમદાવાદની શ્રીગણેશ વિદ્યાલયની અનોખી પહેલ: માત્ર બે દીકરી ધરાવતા પરિવારને બાળમંદિરથી ધોરણ-8 સુધી 50 ટકા ફી માફ કરવામાં આવશે

કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણની ઝુંબેશને આગળ ધપાવવાના ભાગરૂપે નિકોલના શ્રીગણેશ વિદ્યાલયે માત્ર બે દીકરી ધરાવતા પરિવાર માટે અનોખી પહેલ આદરી છે. જો બંને દીકરી સ્કૂલમાં ભણતી હોય તો બાળમંદિરથી માંડી ધોરણ-8 સુધીની 50 ટકા ફી સ્કૂલનું ટ્રસ્ટ ભરશે. સ્કૂલ સત્તાવાળાઓએ કરેલી નવતર, પહેલનો અમલ નવા શૈક્ષણિક સત્રથી કરવામાં આવશે.

નિકોલ ગામ રોડ પર આવેલ જી કે પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ગણેશ વિદ્યાલય ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 1થી 8માં આશરે 650 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓના વાલીઓમાંથી જે પરિવારમાં માત્ર બે દીકરીઓ હોય અને બન્ને દીકરી શ્રીગણેશ વિદ્યાલયમાં બાળ મંદિરથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તે બંન્નેની અડધી શૈક્ષણિક ફી સ્કૂલનું ટ્રસ્ટ ભરશે.  સમાજના સેવાભાવી લોકો અને સંસ્થાઓને માટે આ પ્રેરણાદાયક બાબત બની રહે તેમ છે. 2018-19માં અમદાવાદ ડીઈઓ કચેરી દ્વારા આ સ્કૂલને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો હતો. સાથે 1 લાખનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

2001થી વિધવા સંતાનને સહાય અપાય છે

સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અલ્કેશ પટેલના જણાવ્યા પ્રમાણે મારા બહેન મંજુલાબહેન પટેલ થોડાક વર્ષો પહેલા વિધવા થયાં. તેમને પડી રહેલી તકલીફને ધ્યાનમાં રાખીને વિધવાબહેનોનાં સંતાનોના ઉત્કર્ષ માટે વિધવાસંતાન સહાય યોજના 2001થી અમલમાં છે.  વિધવા માતાનાં સંતાનોની શૈક્ષણિક ફીના 50 ટકા ફી સ્કૂલનું ટ્રસ્ટ ભોગવે છે.

ટ્રસ્ટીની પૌત્રીના નામ પર કન્યા કેળવણી યોજના 

અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ મેનેજિંગ ટ્રસ્ટી અલ્કેશ પટેલે જણાવ્યું હતું કે, મારી પૌત્રી નિયાનો જન્મ દિવસ આઠમી માર્ચ, વિશ્વ મહિલા દિવસના રોજ આવે છે. મારી પૌત્રીનો જન્મ દિવસ વિશ્વ મહિલા દિવસે આવતો હોવાથી આ દિવસ પરથી પ્રેરણા લઈને ‘નિયા યોજના’ના શરૂ કરી છે. આ યોજનાના ભાગરૂપે બે દીકરી ધરાવતા પરિવારોની અડધી શૈક્ષણિક ફી માફ કરવામાં આવશે. અમારી સ્કૂલમાં આશરે પાંચ જેટલા પરિવારો એવા છે કે જેમને ત્યાં બે સંતાનો દીકરી છે.તેમને આનો સીધો જ લાભ મળશે.

બચપન ઉત્સવમાં જાહેરાત કરાઈ

ટાઉન હોલમાં 25મી ફેબ્રુઆરીએ યોજાયેલા ‘બચપન’ નામના વાર્ષિકોત્સવ હતો. આ કાર્યક્રમમાં કન્યા કેળવણીને ઉત્તેજન આપતી ‘નિયા યોજના’ની જાહેરાત કરાઈ છે. આ યોજના હેઠળ દીકરીઓના વાલીઓને ફીમાં રાહતનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  સ્કૂલ સત્તાવાળાનું કહેવું છે કે, કન્યા કેળવણી ઉપરાંત સમાજમાં દાખલો બેસાડવા આ પહેલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો