ત્રણ વિદ્યાર્થિનીએ બનાવી એવી એપ કે જેમાં એક ક્લિકમાં અંગદાન, પ્રસંગમાં વધેલા ભોજન સાથે સ્કિલ ડોનેશનનું રજિસ્ટ્રેશન થશે

વડોદરા – અત્યારના આધુનિક સમયમાં લોકો અલગ અલગ રીતે ડોનેશન કરતાં હોય છે જેમાં રૂપિયા,રક્તદાન,અન્નદાન,વસ્ત્રદાન સહિતની વસ્તુઓ દાન કરવામાં આવે છે. ડિપ્લોમાની ત્રણ વિદ્યાર્થિનીઓએ સ્કિલ ડોનેશનની અનોખી એપ બનાવી છે. જેમાં લોકો પોતાની સ્કિલ બીજાને શીખવાડી શકશે.

શરીરનાં ઓર્ગન્સનું ડોનેશન કરવા માટે પણ એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. કેજીઆઇટી કોલેજમાં ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થિનીઓ દેવાંશી શાહ,ડ્રિનલ પંચાલ,ક્રિના શાહે એક અનોખી વેબસાઇટ અને મોબાઇલ એપ બનાવી છે. પોતાના પ્રોજેકટના ભાગ રૂપે સ્કિલ ડોનર ઝોનની વેબસાઇટ અને એપ્લિકેશન બનાવી છે.

વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે લોકો રૂપિયા, અનાજ, અન્નદાનની સાથે સમાજમાં લોકો સાધનો પોતાનો સમય અને ઓર્ગન્સ અને ખાસ કરીને સ્કિલ દાન કરી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટ ફોન વાપરતા હોય છે.

અમારી એપ્લિકેશનમાં તેઓ રજિસ્ટ્રેશન કરીને પોતાની આવડત પ્રમાણે સમાજમાં પોતાનું નોલેજ આપીને સમાજની જરૂરીયાત માણસોને મદદરૂપ થઇ શકે છે. માણસો પોતાનાં ઓર્ગન્સ (શરીરના અવયવો )પણ દાન કરી શકે છે. ઓર્ગન્સના ડોનેશન માટે એક લિન્ક પર રજિસ્ટ્રેશન થશે તેના દ્વારા નામ નોંધાશે.

સમાજમાં ઉજવાતા સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગો,મેળાવડામાં વધેલું ભોજન પણ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા માટે અમારી એપનો ઉપયોગ કરી શકાશે. જેમાં વોલ્યન્ટર હેલ્પ કરશે. એપમાં હોસ્પિટલ,ડોકટર,નજીકના ગ્રામ્ય વિસ્તારના માણસોની જરૂરિયાતમંદ માણસોની યાદી અને બિન-સરકારી સંસ્થાઓની યાદી હશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો