એક દેડકો કરે છે શિવમંદિરની રક્ષા, દેડકાની મૂર્તિના દર્શન કરવા દૂરદૂરથી આવે છે લોકો

તમે અલગ-અલગ ભવનનના મંદિર જોયા હશે. ભારતમાં ઘણા એવા મંદિર છે જેમાં જાનવરોની પૂજા થતી હોય છે. શું તમે દેડકાનું કયારેય જોયું છે ?ભારતમાં એક માત્ર એવું મંદિર છે જેમાં દેડકાની પૂજા થાય છે. ચાલો જાણીયે ભારતમાં ક્યાં છે આ મંદિર.

આ મંદિરની સુરક્ષા એક દેડકો કરે છે

દેશના ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ઓયલમાં આવેલા આ મંદિરને દેડકાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની સુરક્ષા એક દેડકો કરે છે અને આ શિવ ભગવાનનું મંદિર છે. આ શિવ ભગવાનના મંદિરની રક્ષા દેડકો કરે છે માટે આ મંદિરને દેડકાનું મંદિર કહેવામાં આવે છે.

મંદિરનું નિર્માણ મંડૂક યંત્ર આધારિત છે

આ એક પ્રાચીન મંદિર છે, આ મંદિરનું નિર્માણ મંડૂક યંત્રના આધાર પર કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ ચાહમાન વંશના રાજા બખ્શ સિંહે કરાવ્યું હતું. આ મંદિરને તંત્ર વિદ્યાના આધાર પર તૈયાર કરવામાં આવ્યું હતું. આ દેશનું એકમાત્ર એવું શિવ મંદિર છે કે જેની રક્ષા દેડકો કરે છે. જો આ મંદિરમાં ભક્ત દિલથી પ્રાર્થના કરે તો ભગવાન શિવ તેમની મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે. આ મંદિર ચમત્કારો માટે ખૂબ જ પ્રસિધ્ધ છે.

અહીં શિવલિંગ દિવસમાં ઘણીવખત રંગ બદલે છે

આ મંદિરની અનોખી વાત એ છે કે આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ દિવસમાં ઘણીવખત રંગ બદલે છે. આ શિવલિંગને નર્મદેશ્વર મહાદેવના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર એટલું પવિત્ર છે કે ઘણાં તાંત્રિકો અહીં સાધના કરવા માટે પણ આવે છે, એકાંતમાં હોવાને લીધે આ મંદિરમાં કરવામાં આવતી આરાધનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

દિવાળીની ખાસ પૂજા

સ્થાનિક લોકોનું માનવું છે કે પ્રાકૃતિક મુશ્કેલી અથવા કોઇ રીતની મુસીબતમાં દેડકા દેવ આ ગામની રક્ષા કરે છે. આથી જ દિવાળી પર આ મંદિરમાં ખાસ પૂજા કરવામાં આવે છે.

અહીં દેડકાની મૂર્તિના દર્શન કરવા દૂરદૂરથી આવે છે લોકો

આ મંદિરની વાસ્તુકલા પણ અદ્ભૂત છે. દેડકો ફર્ટિલીટીની નિશાની છે આથી લોકોનું માનવું છે કે મંદિર જવાથી બાળકોને કોઇ પ્રકારની બીમારી આવતી નથી. સ્થાનિક લોકો ઉપરાંત દૂરદૂરથી અનેક લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો