શિક્ષક હોય તો આવા! બાળકોનું વિમાનમાં બેસવાનું સપનું પૂરૂં કરવા માટે ખર્ચી નાખી પોતાની બચત

તમે પણ બાળપણમાં આકાશમાં ઊડતા વિમાનનો પીછો કર્યો હશે અથવા તો કાગળનું પ્લેન બનાવીને હવામાં ઉડાવ્યું હશે. તો ક્યારેક અંદરથી પ્લેન કેવું દેખાતું હશે અને બેસીએ તો કેવી મજા આવે તેના વિશે પણ વિચાર્યું હશે. મધ્યપ્રદેશમાં એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની આવી ઈચ્છાને પૂરી કરી છે. આમ કરવાથી તેઓ બાળક માટે ‘હીરો’ બની ગયા. મામલો ઈન્દોરના દેવાલ જિલ્લાની એક સરકારી સ્કૂલનો છે. જ્યાનાં શિક્ષકે કિશોર કનાસે પોતાના ખર્ચે 19 વિદ્યાર્થીઓને પ્લેનમાં દિલ્હી લઈ ગયા. આમ કરવાથી બાળકો તો ખુશ થઈ ગયા સાથે જ લોકો તેમના કામના વખાણ પણ કરી રહ્યા છે.

શિક્ષક કિશોરે વિદ્યાર્થીઓ માટે 60 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. તેમણે આ રકમ પોતાની બચતમાંથી કાઢી હતી. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, જ્યારે બિજેપુરની સરકારી શાળામાં ભણતા બાળકો પહેલીવાર ઈન્દોર એરપોર્ટ પહોંચ્યા તો તેઓ ખુશીથી નાચી ઉઠ્યા. ત્યાંથી તેમણે દિલ્હી માટે ફ્લાઈટ પકડી. બાળકો બે દિવસીય દિલ્હીની ટૂર પર ગયા હતા.

આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક એવા વિદ્યાર્થીઓ હતા જેઓ ક્યારેય ટ્રેનમાં પણ નહોતા બેઠા. તોહિદ શેખ નામના વિદ્યાર્થીએ કહ્યું કે, ‘જ્યારે અમે આકાશમાં ઉડતા વિમાનને જોતા હતા ત્યારે તે ખૂબ નાનું લાગતું હતું, પરંતુ જ્યારે નજીકથી જોયું ત્યારે ખબર પડી કે તે હકીકતમાં કેટલું મોટુ છે’.

શિક્ષક કિશોરે કહ્યું કે, આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ ટ્રેનમાં પણ ક્યારેય બેઠા નથી. પ્લેનમાં બેસવાની તો તેમના માટે દૂરની વાત છે. તેથી જ મેં બાળકોને પ્લેનમાં બેસાડીને દિલ્હી લઈ જવાનું નક્કી કર્યું. તેમણે આગળ કહ્યું કે, ‘મેં ટિકિટ સસ્તી થવા પર નજર રાખી. પછી ભાવ ઘટતા તરત જ બૂક કરાવી લીધી’.

બાળકોને પ્લેનમાં બેસાડવાનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે વાત કરતા શિક્ષકે કહ્યું કે, એકવાર જ્યારે તેઓ બાળકો સાથે ટ્રેનમાં આગ્રાથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ઉત્સાહિત બાળકોએ કહ્યું હતું કે આવતી વખતે તેઓ વિમાનથી જશે. બાદમાં તેમને પ્લેનમાં મુસાફરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

વિદ્યાર્થીઓ બે દિવસ દિલ્હીમાં ફર્યા. તેમણે ત્યાં કુતુબ મીનાર, સંસદ ભવન અને લાલ કિલ્લા જેવી ઐતિહાસિક જગ્યાની મુલાકાત લીધી. બાદમાં તેઓ ટ્રેન દ્વારા ઘરે પરત આવ્યા. પ્રવાસને યાદગાર બનાવવા માટે બાળકોએ શિક્ષકનો આભાર પણ માન્યો હતો. આ બાળકો સાથે બે શિક્ષક પણ પહેલીવાર વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો