પાટડીના જીવદયા પ્રેમી શિક્ષકે શ્વાનો માટે 250 ચાટ અને પક્ષીઓ માટે 1800 કૂંડાનું સ્વખર્ચે વિતરણ કરી માનવતાની મહેંક પ્રસરાવી છે

પાટડીના રહીશ અને મેતાસર પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જીવદયા પ્રેમી વર્ષોથી પશુ-પક્ષીઓની સેવાકીય પ્રવૃતિઓનું કામ કરે છે. આ શિક્ષક કૂતરા માટે સ્ટીલની ચાટ, પક્ષીઓ માટે પાણીના કૂંડા અને કીડીયારા માટે ચોખાનો લોટ, બુરૂ ખાંડ અને તેલના પેકેટ બનાવી વિનામુલ્યે વિતરણ કરી માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કરે છે.

પાટડી વૃંદાવન સોસાયટી ખાતે રહેતા અને તાલુકાના મેતાસર પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ પૂજારા પાછલા ઘણા વર્ષોથી પશુ-પક્ષીઓની સેવાકીય પ્રવૃતિનું ઉમદા કાર્ય કરે છે. આ જીવદયાપ્રેમી શિક્ષક મુકેશભાઇ પૂજારા વર્ષોથી કૂતરા માટેની સ્ટીલની ચાટ બનાવી વિનામુલ્યે વિતરણ કરે છે. ફરતે કોંક્રીટની સ્ટીલની એક ચાટ બનાવવાનો રૂ. 70 થી 80 નો ખર્ચ થાય છે. અને અત્યાર સુધીમાં આવી 250 થી વધુ સ્ટીલની ચાટનું એમણે વિનામુલ્યે વિતરણ કર્યુ છે.

આ સિવાય મુકેશભાઇ પૂજારા રૂ.13 થી 13.50માં તૈયાર થતા 1700 થી 1800 જેટલા પક્ષીઓ માટેના પાણીના કૂંડાનું પણ વિતરણ કર્યુ છે. સાથે સાથે ચોખાના લોટ, બુરૂ ખાંડ અને તેલમાંથી પેકેટ બનાવી કીડીના કીડીયારા માટે વિનામુલ્યે વિતરણ કર્યુ. આ સિવાય એમણે પોતાના મિત્ર સાવડાના ખીમજીભાઇ રાઠોડ સાથે મળીને 150થી વધુ વૃક્ષોનું વાવેતર કરી એમનું જીવની જેમ જતન કરી ઉછેર્યા છે. તાજેતરમાં સુરજ મલજી હ‍ાઇસ્કુલમાં મંત્રી આત્મારામભાઇ પરમાર અને મંત્રી જયંતીભાઇ કવાડીયાના હસ્તે શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યુ હતુ.

કથામાં 1000 પાણીના કૂંડાનું વિતરણ કર્યુ 

આ અંગે પ્રખર જીવદયા પ્રેમી મુકેશભાઇ પૂજારા જણાવે છે કમીજલા ખાતે યોજાયેલી મોરારીબાપુની કથામાં સ્ટોલ બનાવી 1000 પાણીના કૂંડાનું અને દસાડા દશરથપુરી બાપુની જગ્યામાં યોજાયેલી કથામાં ૫૦૦ પાણીના કૂંડાનું વિનામુલ્યે વિતરણ કરે છે. આ સેવાકીય પ્રવૃતિમાં લોકોના નાણાકીય સહિત તમામ જાતનો સાથ સહકાર મળી રહે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો