તરૂણા પટેલ: અમેરિકન એરલાઇન્સમાં પ્રથમ ગુજરાતી મહિલા એરહોસ્ટસથી બિઝનેસ વુમન સુધીની સફર

મૂળ કરમસદના વતની અને ઇસ્ટ આફ્રિકામાં સ્થાયી થયેલા છોટુભાઇ પટેલ અને જશુબેનના ઘરે જન્મેલા તરુણા પટેલની સફળતાની વાતો કોઇ પણ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતી યુવતી માટે ઉત્તમ ઉદાહરણ છે. એલીકોન ગ્રુપ ઓફ કંપનીની એમટીસી એન્જિનિયરિંગ પ્રા. લિ. અને મધુભાન રિસોર્ટ સ્પાના સીઇઓ તરુણા પટેલે માત્ર 15 વર્ષની ઉંમરે એરહોસ્ટેસ બનવાનો નિશ્ચય કર્યો હતો. 60ના દાયકામાં તરુણા પટેલ પ્લેનમાં કમ્પાલાથી લંડન જઇ રહ્યા હતા. આ દરમિયાન ફ્લાઇટમાં મુસાફરોની સારસંભાળ રાખી રહેલી એરહોસ્ટેસ જોઇ તેઓએ આ જ કરિયર અપનાવવાનો નિશ્ચય કરી લીધો.

15 વર્ષની ઉંમરે જોયેલું સ્વપ્ન 1970માં અમેરિકાની ટ્રાન્સ વર્લ્ડ એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે જોડાઇને તેઓએ સાકાર કર્યુ. તરુણા પટેલ અમેરિકન બેઝ પર અમેરિકાની એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કરનાર પ્રથમ ગુજરાતી યુવતી છે. વિશ્વભરના દેશોમાં સફર કરનાર આ તરુણા પટેલ લગ્ન બાદ ભારતના એક નાનકડા વિદ્યાનગરમાં સ્થાયી થયા, જ્યાં પતિ સાથે તેમના બિઝનેસમાં જોડાઇને પુરુષોનું વર્ચસ્વ ધરાવતી એન્જિનિયરીંગ કંપનીમાં અને રિસોર્ટમાં સીઇઓ તરીકેની જવાબદારી સંભાળીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તરુણા પટેલનો જીવનમંત્ર છે એડજસ્ટ એટલે સંતુલિત થાવ અને એક્સેપ્ટ એટલે સ્વીકારી લો.

એર હોસ્ટેસ તરીકેની કામગીરી શ્રેષ્ઠ સમય

તરુણા પટેલે જણાવ્યું કે, અમેરિકાની એરલાઇન્સ કંપનીમાં એરહોસ્ટેસ તરીકેની કામગીરી એ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય હતો. અમારાં વડીલે એક વખત કહેલું કે સેવા કરવી હોય તો ઘરમાં રહીને પણ કરી શકાય. હું ઘરમાં પણ સેવા કરવા સાથે નોકરીના રૂપમાં પણ લોકોની સેવા કરવી ઇચ્છતી હતી.

અમેરિકામાં રહીને વિશ્વભરના દેશોનો પ્રવાસ કરતી હતી ત્યાં પ્રયાસ્વીન પટેલ સાથે લગ્ન થયા એટલે અમેરિકાથી વિદ્યાનગર આવીને સ્થાયી થઇ. એર હોસ્ટેસની નોકરી છોડી દીધી અને વિદ્યાનગરમાં આવીને પતિ સાથે તેમના બિઝનેસમાં કામ કરવાનું શરૂ કર્યું. પછી એન્જિયરીંગ કંપનીમાં નિર્ણાયક જવાબદારી સંભાળી ને મધુબન રિસોર્ટમાં સીઇઓ બન્યા.

1984માં લગ્ન કર્યા

વર્ષ 1984માં અમેરિકામાં રહીને વિશ્વભરના દેશોનો પ્રવાસ કરતી હતી ત્યાં પ્રયાસ્વીન પટેલ સાથે લગ્ન થયા એટલે અમેરિકાથી વિદ્યાનગર આવીને સ્થાયી થઇ. એર હોસ્ટેસની નોકરી છોડી દીધી અને વિદ્યાનગરમાં આવીને પતિ સાથે તેમના બિઝનેસમાં કામ કરવાનું શરૂ કર્યું. પછી એન્જિયરીંગ કંપનીમાં નિર્ણાયક જવાબદારી સંભાળી ને મધુબન રિસોર્ટમાં સીઇઓ બન્યા.

5 કંપનીને એક પ્લેટફોર્મ પર લઇને આવ્યા

પતિ પ્રયાસ્વીન પટેલ સાથે બિઝનેસમાં જોડાયા બાદ તરૂણા પટેલે સૌથી અગત્યનું કામ એલીકોન ગ્રુપની તમામ કંપનીઓને કેન્દ્રીયકૃત કરીને એક પ્લેટફોર્મ પર લઇ આવ્યા. તરૂણા પટેલે જણાવ્યું કે, અગાઉ એલીકોન કંપની, એમ્કો એલીકોન, પાવર બિલ્ડ, પ્રયાસ એન્જિનિયરીંગ અને રિંગ્સ્પેન તમામ કંપનીના માલિક એક હોવા છતાં કંપની પોતાની અલગ પોલિસી, નિયમો અને માળખું ધરાવતી હતી. જેથી સૌપ્રથમ એલીકોન ગૃપની તમામ કંપનીના વિભાગને કેન્દ્રીયકૃત કરવા સાથે કોમન પોલિસી, નિયમો અને માળખું તૈયાર કરાયું. જેથી પરચેઝ વિભાગ, એચઆર વિભાગ વગેરેમાં સેન્ટ્રલાઈઝ કરવામાં આવતાં યુનિટી અને ટીમવર્કથી કામ થવા લાગ્યું. જે ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો બદલાવ અને મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થયો.

મધુભાન રિસોર્ટની સંતાનની જેમ સંભાળ રાખી

વિદ્યાનગર જેવા નાનકડા શહેરમાં પરંપરાગત ભારતીય ગ્રામીણ સંસ્કૃતિનો અહેસાસ કરાવતાં મધુભાન રિસોર્ટના સીઇઓ તરીકે તરૂણા પટેલ જવાબદારી નીભાવી રહ્યા છે. પોતાના બાળકની જેમ રિસોર્ટની દેખરેખ રાખે છે. તરૂણા પટેલે જણાવ્યું કે, મધુભાન રિસોર્ટમાં 300 વ્યક્તિનો સ્ટાફ પરિવારની જેમ કામ કરે છે. જેના મેનુમાં મારી રેસિપીનો સમાવેશ કરાયો છે. આજેપણ મને જાતે રસોઇ બનાવીને લોકોને જમાડવામાં ખૂબ આનંદ અને સંતોષ મળે છે.

પરિવાર મારી તાકાત: વડીલોને માન આપો

તરૂણા પટેલ જણાવે છે કે, પતિ પ્રયાસ્વીન પટેલ, દીકરી આકાંક્ષા અને ઐશ્વર્યા મારી તાકાત છે. ગરીબાઇ હું જોઇ શકતી નથી, જે મારી કમજોરી છે. જીવનમાં જે કંઇ પણ હોય તેને સ્વીકારી લો અને તેને અનુકૂળ થઇને રહીએ તો જીવન આનંદમય રીતે પસાર થઇ જાય છે. આશ્રમમાં જઇને સેવા કરવામાં સંતોષ મળે છે. વડીલોને માન આપીને આદર કરો, નમતું મૂકીને તેઓની વાતને સ્વીકારતાં શીખવુ જરૂરી છએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો