યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે ભવ્ય સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવો છે ત્યાંનો નજારો

ભારત દેશને ભક્તિમય માહોલનો દેશ ગણવામાં આવે છે, એમાંય ગુજરાત અનેક મહાન સંતો, મહંતો અને મહાપુરૂષોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. ગુજરાતમાં અગ્રીમ સ્થાને આવતાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડા પ્રમુખસ્વામી મહારાજ ધર્મનો પ્રચાર કરી દેશ-દુનિયામાં બીએપીએસ સંસ્થાનું નામ ગુંજતુ કર્યું છે. ત્યારે તેમના ગુરૂ યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે પણ તેમનાં જ આર્શિવાદથી ભવ્ય શિખરબધ્ધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વૈશાખ વદ બારશ, 1948માં અમરેલીનાં ધારી ગામમાં દેવચંદભાઈ અને પુરીબાનાં ઘરે જીણાભાઈ(યોગીજી મહારાજ)નો જન્મ થયો હતો. નાનપણથી જ ભગવાનની ભક્તિમાં અપાર રસ ધરાવતા જીણાભાઈ એટલે કે યોગીજી મહારાજ 1908માં તેમણે પાર્ષદ દીક્ષા લીધી. અને ત્યાર બાદ 1909માં તેમની મુલાકાત શાસ્ત્રીજી મહારાજ સાથે થઈ અને ભક્તિમાં વધુ રસ લાગ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રથમ મંદિરની રચના અમદાવાદમાં થઈ ત્યારે અહીં જ પ્રમુખસ્વામીની મુલાકાત યોગીજી મહારાજ સાથે થઈ હતી.

પ્રમુખસ્વામી મહારાજે અહીં ભવ્ય મંદિર બનાવવાનો લીધો હતો નિર્ણય, 61 ફૂટ ઊંચું છે મંદિર

બીએપીએસનાં વડા પ્રમુખ સ્વામી મહારાજે દેશ દુનિયામાં સંપ્રદાયનો પ્રચાર કર્યો છે, વિદેશોમાં સ્વામિનારાયણનાં વિશાળ મંદિરોની સ્થાપના કરી છે. ઇ.સ.1971માં જાન્યુઆરીમાં યોગીજી મહારાજે દેહત્યાગ કર્યો. ત્યાર બાદ ગાદી પર આવનાર હાલના સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજે યોગીજી મહારાજના જન્મસ્થાન એવા ધારીમાં ભવ્ય મંદિર બંધાવવાનો નિર્ણય લીધો હતો. તેમની નિશ્રામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. યોગી નગરી ગણાતા ધારી ગામમાં યોગીજી મહારાજનું જૂનુ મકાન, યોગી ઘાટ(જ્યાં તેઓ ધ્યાન કરતા) આવેલા છે.

ધારી ખાતેનાં મંદિરની વિશેષતા

– ભારતીય શિલ્પ સ્થાપત્ય અને કલાકારીગીરીથી સભર આ મંદિરની લંબાઇ 135 ફુટ,પહોળાઇ 90 ફુટ તથા ઉંચાઇ 61 ફુટ છે

– બારીક કોતરણી વાળા અત્યંત વિશાળ મુખ્ય ઘુમ્મટની સાથે 220થી પણ વધુ સ્તંભો અને 15 કલાત્મક ઘુમ્મટ ખંડો છે.

– આ મંદિરના બાંધકામમાં સ્ટીલ અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

– આ મંદિરમાં ભગાવાન સ્વામિનારાયણ,અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી,ઘનશ્યામ મહારાજ,યોગીજી મહારાજ,ગુરૂપરંપરા તેમજ સીતા-રામ-હનુમાનજી,શીવ-પાર્વતી-ગણેશજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા વૈદિક વિધિથી શાસ્ત્રોક્ત રીતે થશે.

યોગીજી મહારાજનું જન્મ સ્થળ
વિશાળ મુખ્ય ઘુમ્મટની સાથે 220થી પણ વધુ સ્તંભો અને 15 કલાત્મક ઘુમ્મટ ખંડો છે
દરેક સ્વામીનારાયણ મંદિરની જેમ અહીં પણ છે અદભૂત કલાકારીગરી
આ મંદિરના બાંધકામમાં સ્ટીલ અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી
પ્રમુખસ્વામી મહારાજે યોગીજી મહારાજના જન્મસ્થાન એવા ધારીમાં ભવ્ય મંદિર બંધાવવાનો નિર્ણય લીધો હતો
મંદિરની લંબાઇ 135 ફુટ,પહોળાઇ 90 ફુટ તથા ઉંચાઇ 61 ફુટ છે
ભારતીય શિલ્પ સ્થાપત્ય અને કલાકારીગીરીથી સભર આ મંદિરની લંબાઇ 135 ફુટ,પહોળાઇ 90 ફુટ તથા ઉંચાઇ 61 ફુટ છે
2015માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો