પ્રામાણિકતા: 14 હજાર પગારના કર્મચારીએ 8 લાખની કિંમતના ખોવાયેલા હીરા વેપારીને પરત કર્યા

સુરતઃ છેલ્લાં એક વર્ષમાં શહેરના હીરા બજારમાં હીરાનું પડીકું ખોવાઇ જવાની ચોથી મોટી ઘટના બની છે. ત્યારે શનિવારે શહેરના મિનિબજાર વિસ્તારમાં ખોવાયેલા 6 હીરાના પડીકા આજે તેના માલિકને સુપરત કરાયાં હતાં.હીરા બજાર સાથે સંકળાયેલો એક 14 હજારનો પગારદાર કર્મચારી 8 લાખની કિંમતના હીરા વેપારીને પરત આપ્યાં હતાં.હીરા પરત કરનારનું ડાયમંડ એસોસિએશન ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

હીરા પરત કરનારનું સન્માન કરાયું.. છ હીરાના પેકેટ વેપારીને અપાયાં

હીરા મળતાં જાણ કરી

હીરાના પડીકાના માલિક અશોક ધામેલિયા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, તેઓ ગાડીની ડીકીમાં હીરા મુકતા હતા અને તેમાં પડીકા ગુમ થયા હતા. સાંજે 4:30ની આસપાસ આ ઘટના બની હતી અને ગણતરીની મિનિટોમાં જાણ પણ થઇ હતી. જે વ્યક્તિને પડીકા મળ્યા છે. તે પોતે 14 હજારનો પગારદાર વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, મળેલા હીરાના પડીકામાં મધ્યમ કક્ષાના હીરાનો માલ હોવાની સાથે તેની કિંમત 7 થી 8 લાખની આંકવામાં આવી રહી છે.આ અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતીના જ્ણાવ્યાનુસાર, 8થી 9 વ્યક્તિઓ આ હીરાના પડીકાની જાણ થતાં એસોસિએશનની ઓફિસ દોડી આવ્યા હતા. આ બધા એવા વ્યક્તિઓ છે કે જેમના હીરાના પડીકાઓ ભૂતકાળમાં ખોવાયા હતાં. પરંતુ આજે હીરાના પડીકા જડનાર હેમંત શંકર ભાવસારના હાથે તેના અસલ માલિકને હીરા પરત કરીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો