સુરત માટે ચિંતાજનક સમાચાર, રાશનની દુકાન ચલાવનારને કોરોના પોઝિટિવ, હજારો લોકો લઈ ચૂક્યા છે અનાજ

સુરતથી વધુ એક ભયાવહ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં રાશનની દુકાન ચલાવનાર જ કોરોના પોઝિટિવ આવ્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અનાજ વિતરક દુકાનદાર પાસેથી હજારો લોકો અનાજ લઈ ચૂક્યા છે. અગાઉ સુરતમાં શાકભાજીની લારી ચલાવતાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે. સુરતમાં આજે કોરોનાનો કુલ આંક 200ને પાર થઈ ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

સુરતના લિંબાયતના મહાપ્રભુનગર વિસ્તારની આ ઘચના છે. 42 વર્ષીય કમલેશ ખટીક રાશનની દુકાન ચલાવે છે. હાલમાં જ સરકાર દ્વારા રાશન વિતરણ કરવામાં આવ્યું હતું. કમલેશ ખટીકની દુકાનમાં 4 હજાર રાશન ધારકો છે. જેમાંથી 70 ટકાથી પણ વધારે લોકોએ આ દુકાનમાંથી રાશન લઈ ગયા છે. તેવામાં આ તમામ લોકો કોરોના સંક્રમણના શંકામાં આવી ગયા છે. હવે આગામી સમયમાં દુકાનદારને કારણે કેટલાં પોઝિટિવ કેસ સામે આવે છે તે જોવું રહ્યું.

સુરતના વરાછાના એલ.એચ. રોડ ખાતેના દીનદયાળ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા આશાબેન પ્રતાપભાઈ અને મીનાબેન ગોરધનભાઈ બુડીયા શાકભાજી વેચવાનું કામ કરે છે. બંનેના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ અગાઉ ડુંગળી વેચતા એક કનૈયાલાલ મોદીમાં પણ પોઝિટિવ કેસ આવ્યો હતો. તો માત્ર શાકભાજી લેવા જ જતી 21 વર્ષિય રૂચી સાવલિયા માત્ર શાકભાજી લેવા જતી હોવાનું સામે આવ્યું છે અગાઉ રાંદેર ઝોનમાં શાકભાજીની લારી ચલાવતા યુવક અને તેની માતાને, બેગમપુરા શાકમાર્કેટમાં જતા રમેશચંદ્ર રાણા, તેના સગાસંબંધીઓ, વેસુ સુડા આવાસમાં માતા-પુત્ર, વરાછા ઝોનમાં એપીએમસીના તોલાત અને તેની પત્નિ સહિતના લોકો શાકભાજી કનેકશનથી કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.

આ પણ વાંચજો – ગુજરાતમાં આજે વધુ 108 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ નોંધાયા, કુલ આંકડો 1851: જયંતિ રવિ

સુરતમાં સવારના 16 અને 45 નવા કેસ સાથે કુલ 61 કેસ સામે આવતાં શહેર અને જિલ્લામાં કુલ 201 દર્દી પોઝિટિવ નોંધાયા છે. તો આજે આજે 36 વર્ષીય મહિલા અને એક આધેડનું સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર દરમિયાન મોત થયું છે. જેથી સુરતમાં કોરોનાને કારણે મરણાંક સાત થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો