ગુજરાતમાં આજે વધુ 108 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ નોંધાયા, કુલ આંકડો 1851: જયંતિ રવિ

ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતા આપી હતી જેમાં ગુજરાતમાં નવા 108 કેસ નવા નોંધાયા છે. કુલ 1851 કેસ નોંધાયા છે. 106 લોકો સાજા થયા છે. 67 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં આજે ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં નવા કોરોના પોઝિટિવ કેસ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, 108 નવા કેસ નોંધાયા છે. કુલ 67 લોકોના મોત થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આજના નવા કેસ

  • અમદાવાદ 91
  • અરવલ્લિ 6
  • કચ્છ 2
  • મહિસાગર 1
  • પંચમહાલ 2
  • રાજકોટ 2
  • સુરત 2
  • વડોદરા 1
  • મહેસાણા 1

અમદાવાદમાં 91માંથી 66 હોટસ્પોટ વિસ્તારમાંથી, અરવલ્લીમાં 4, કચ્છમાં 2, મહિસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 2, વડોદરા અને મહેસાણામાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે 1851 પોઝિટિવ કેસ થયા છે. આજે 4 દર્દીનું મોત નીપજ્યું છે અને એક દર્દીને રજા આપવામાં આવી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.રાજકોટમાં અને બનાસકાંઠામાં વધુ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.

કયા વિસ્તારમાંથી આવ્યા છે પોઝિટિવ કેસ

અમદાવાદમાં ગાયકવાડ હવેલી, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, બાપુનગર, જુહાપુરા, કાલુપુર, સરસપુર, શાહપુર, શાહિબાગ, દાણિલીમડા વિસ્તામાંથી કેસ બહાર આવ્યા છે. અરવલ્લિમાં અલગ અલગ ગામમાંથી આવ્યા છે. ધનસુરા, મોડાસા, લિંબોદરા, મેઘરજ, ચેવડિયા, ધનસુરા વગેરે ગામમાંથી કેસ આવ્યા છે.કચ્છના લખપતના સાઉદીથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ છે. ભુજમાં કોન્ટેક્ટ હિસ્ટ્રીનો કેસ છે. રાજકોટ જંગલેશ્વર, વડોદરા ગજરાવાડી, વીરપુરનો એક કેસ છે.

કેન્દ્ર સરકારે 5 ડોક્ટરોની ટીમ મોકલી

આ સ્થિતિ જોઇને કેન્દ્ર સરકારે પાંચ નિષ્ણાતોની ટીમ ગુજરાત મોકલી છે. આ ટીમે અમદાવાદમાં હોસ્પિટલો, પરિક્ષણ માટેની લેબ, તથા પ્રભાવિત વિસ્તારોમાં મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હજુ તેઓ આગામી દિવસોમાં રાજકોટ, વડોદરા અને સુરતની મુલાકાત કરશે. હજુ રાજ્યમાં આગામી બે સપ્તાહમાં કેસમાં વધારો થાય તેવો અંદાજ છે.

ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 127 થઈ

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ખુબ વધારો થયો છે. એક જ અઠવાડિયામાં કોરોનાના વધુ કેસ નોંધાયા અને તેની સાથે તે અન્ય વિસ્તારોમાં પ્રસરી રહ્યો હોઈ એક જ સપ્તાહમાં આવા ઝોન 27થી વધીને 127 થયાં છે જ્યારે તેમાં રહેતી વસ્તી 1.55 લાખથી સીધી 8.50 લાખ જેટલી વધી ગઈ છે. કુલ 1.79 લાખ પરિવારો હાલ આ ઝોનમાં આવે છે. અહીં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ના ચેપનો વ્યાપ અટકાવવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે

અમદાવાદના કેસ ઉ.પ્ર. રાજ્ય કરતાં વધુ

અમદાવાદમાં 1101 કેસ પોઝિટિવ નોંધાયા છે. ઉત્તર પ્રદેશ સમગ્ર રાજ્યના કેસ 1084 છે. અમદાવાદની વસતી 75 લાખ છે જ્યારે ઉ.પ્ર.ની વસતી 22 કરોડ છે. એ રીતે જોઈએ તો અમદાવાદ શહેરના કેસનું પ્રમાણ ઉ.પ્ર. રાજ્ય કરતા પણ વધી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો