ઈન્સ્પાયરિંગ સ્ટોરી: નવમા ધોરણમાં ફેલ થતા દાદાને કહ્યું- મોટા માણસ બનવું છે, તો આ સાયકલ પડી, પહેલા દૂધ વેચીને આવ, પછી એ દૂધની ધારે એવો હાથ પકડ્યો કે આજે તે 3 ફેક્ટરીના માલિક છે

18 વર્ષ પહેલા રાજસ્થાનના ભિવાડીનો એક છોકરો નવમા ધોરણમાં ફેલ થયો. બાદમાં ઘરના લોકોએ તેને ખુબ ઠપકો આપ્યો અને તે સાંભળતો જ રહ્યો. સાંજે તેના દાદા જગલારામ પાસે જઈને કહ્યું, દાદા મારે મોટા માણસ બનવું છે. પહેલા તો દાદા તેની સામે જોતાં જ રહ્યા. પછી કહ્યું કે, સામે સાયકલ ઊભી છે. પહેલા દૂધ વેચીને આવ, પણ દૂધની વ્યવસ્થા તારે જાતે જ કરવી પડશે. પહેલા દિવસે રાજવીરે જેમ-તેમ કરીને ઉધાર દૂધ લઈ આવ્યો અને સાયકલ પર લઈ ઘર-સોસાયટીમાં ફર્યો. પહેલા દિવસે પાંચ લીટર દૂધ વેચ્યું. એ દૂધની ધારે રાજવીરનો એવો હાથ પકડ્યો કે આજે રાજવીર ત્રણ ફેક્ટરીનો માલિક છે અને 500 લોકોને રોજગાર આપી રહ્યો છે.

5 કિલો દૂધનું વેચાણ વર્ષ 2014 સુધી 22 હજાર લીટર સુધી પહોંચી ગયું. રાજવીર જિલ્લાના સરસ ડેરીનો સૌથી મોટો ડીલર બની ગયો. બાદમાં તેને દૂધના કારોબાર કરતા-કરતા આગળ વધવાનો વિચાર આવ્યો. થોડા પૈસા પણ ભેગા થઈ ગયા હતા. એવામાં તેણે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક પ્લોટ ખરીદ્યો. વિચાર્યું- અહીંયા લોખંડની ફેક્ટરી નાંખીશું, પરંતુ ક્યારેય રિટર્ન ન ભર્યું હોવાથી બેંકે લોન ન આપી.

હવે તેની પાસે છે જગુઆર જેવી કાર પરંતુ એ સાયકલને આજે પણ રાખી છે પાસે


રાઠી, કેપિટલ ઈસ્પાત જેવી કંપનીઓ છે ક્લાઈન્ટ

બે મહિના સુધી સતત દોડધામ કરીને ગમે તે રીતે લોન પાસ કરાવી અને 2015માં શ્રીશ્યામ કૃપાના નામે ફેક્ટરી શરૂ કરી દીધી. શરૂઆતમાં તેમાં તેણે 10 લોકોને રોજગાર આપ્યો. અમુક અનુભવી લોકોને પણ કામ પર રાખ્યા. કામ એટલું વધ્યું કે દેશની નામચીન સળિયા બનાવતી ફેક્ટરી એલીગેન્સ ટીએમટી, આશિયાના ઈસ્પાત, કેપિટલ ઈસ્પાત, રાઠી ટીએમટી જેવી કંપનાઓ અહીંથી માલ લેવા લાગી. હવે રાજવીરના વિકાસની ગાડી વધારે ઝડપી બનવાની હતી. આ સાથે તેણે કારના ગેર પાર્ટ્સ બનાવતી બે ફેક્ટરી વિશ્વકર્મા અને ધર્મેન્દ્રા ઈન્ડસ્ટ્રી પણ શરૂ કરી દીધી. રાજવીરને આજે પણ તે નવમું ફેલ હોવાનું કહેતા કોઈ શરમ કે સંકોચ થતો નથી. આજે રાજવીર સાથે લગભગ 500 લોકો કામ કરી રહ્યા છે. સાથે જ ત્રણ સીએ પણ રાખ્યા છે જે રાજવીરના બધા કામનો હિસાબ રાખે છે.

સાયકલ સામે ફીકી છે જગુઆરની ચમક

જે સાયકલ પર રાજવીરે દૂધ વેચવાની શરૂઆત કરી હતી. તે સાયકલ આજે પણ રાજવીરે તેના ઘરમાં સંભાળીને રાખી છે. જ્યારે પણ મન થાય ત્યારે રાજવીર આ સાયકલ પર જ ફરવા નીકળી પડે છે. જોકે, રાજવીર પાસે જગુઆર જેવી કાર પણ છે. પરંતુ રાજવીર કહે છે કે, આજે પણ મારી સાયકલની આગળ આ જગુઆરની ચમક ફીકી છે. આ જગુઆર તો આ સાયકલના કારણે આવી છે. તો તેને કેવી રીતે ભૂલી શકું.

સંયુક્ત પરિવારથી મળી વધારે તાકાત

રાજવીરનું માનીએ તો, તેની સફળતામાં પરિવારનું પણ મોટું યોગદાન છે. તેના પિતાને 6 ભાઈ છે તેમના કુલ 14 દીકરા છે. આ 14 દીકરાઓનાં ત્યાં 30 બાળકો થયા છે. પરંતુ બધા આજે પણ સાથે રહે છે. બધાના કામ અલગ અલગ છે, પરંતુ સાંજ પડતા જ બધા પોતાના ઘરે આવી જાય છે. રાજવીર આજે તેની સફળતામાં આ જ સંયુક્ત પરિવારને મોટી તાકાત માને છે. તેના પ્રમાણે, જ્યારે પણ સંકટ આવે છે તો પરિવાર કાયમ તેમની સાથે ઊભો રહે છે. જેનાથી આગળ કોઈ પણ સંકટ દૂર થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો