10 વર્ષ જેમને ‘સર’ કહીને સેલ્યૂટ કરતો હતો, હવે તે ઓફિસર કરી રહ્યા છે સલ્યૂટ, વાંચો સફળતા કહાની

જો કોઈ બાળક આજથી 15 વર્ષ પહેલા 51 ટકા ગુણ સાથે 10મું પાસ કરે છે અને પછી અગિયારમા ધોરણમાં નિષ્ફળ થયા પછી, 12મા ધોરણમાં 58 ટકા ગુણ સાથે પાસ થાય છે, તો 2010માં તે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ બને તે તેના માટે એક મોટી સિદ્ધિ જ કહેવાય. જોકે, ફિરોઝ આલમ નામનો આ કોન્સ્ટેબલ દસ વર્ષ પછી દેશની અતિ મુશ્કેલ યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈપીએસ બની ગયો છે, તો જોઈએ તેના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટેની અનોખી દાસ્તાન.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ફિરોઝ કહે છે કે, 2008માં 12મી પરીક્ષા પાસ કર્યા પછી, તેણે જૂન 2010માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયો હતો. તે જાતે જ જાણતો ન હતો કે, આવતા દસ વર્ષોમાં, તેનું નસીબ તેના સુવર્ણ સપનાને સાકાર કરવા માટે માર્ગ બનાવી રહ્યું છે. આ સમય દરમિયાન, તેણે ચાલુ નોકરીએ ગ્રેજ્યુએશન અને અનુસ્નાતક કર્યું અને ‘અધિકારી’ બનવા માટે યુ.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. ઘણી નિષ્ફળતાઓ પછી, 2019માં તેના છઠ્ઠા પ્રયાસમાં, તેણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી.

જ્યારે ખભા પર સ્ટાર સાથેનો યુનિફોર્મ પહેર્યો તો…
ફિરોઝ જણાવે છે કે, 31 માર્ચ, 2021એ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકેનો છેલ્લો દિવસ હતો અને બીજા જ દિવસે જ્યારે તે દિલ્હી પોલીસ ફોર્સમાં એસીપી તરીકે જોડાયો ત્યારે તેના ખભા પર સ્ટાર-સ્ટડેડ યુનિફોર્મ હતો, ફરક માત્ર એટલો હતો કે, તેના સાથી કોન્સ્ટેબલ જે તેમને ‘ભાઈ’ કહેતા હતા, હવે તેમને ‘સર’ કહી રહ્યા છે. તે દસ વર્ષથી જે અધિકારીઓને ‘સર’ કહેતો હતો, હવે તે તેમની સાથે તો કેટલાક તેમને સર કહી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના પીલખુવા કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં જન્મેલા ફિરોઝને પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો છે. તેના પિતા મોહમ્મદ શાહદત કબાડીનું કામ કરતા હતા અને તેણે પિલખુઆની મારવાહ કોલેજમાંથી 12મું પાસ કર્યું. તેમણે નાનપણથી જ સપનું જોયું હતું કે, તે એક દિવસ પોલીસ વર્દી પહેરશે, તેથી તે માટે તૈયાર થઈ ગયો અને જ્યારે આ વર્દી પહેરી તો લાગ્યું કે આ તો શરૂઆત છે.

ફિરોઝ કહે છે કે, અધિકારીઓની રીત અને તેમના રૂઆબને જોયા પછી, તેણે પણ અધિકારી બનવાનું નક્કી કર્યું અને આ માટે દિલથી તૈયારી શરૂ કરી દીધી. તે પ્રથમ બે પ્રયત્નોમાં પ્રારંભિક પરીક્ષા પાસ કરી શક્યા નહીં. તેના ત્રણ વર્ષ પછી, તેમણે પ્રારંભિક પરીક્ષા પાસ કરી, પરંતુ આગળના તબક્કે સફળતા મળી નહીં. એક તક એવી હતી કે, ફિરોઝની હિંમત જવાબ આપવા લાગી, આ સમય દરમિયાન, રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના નવલગ તહસીલના દેવીપુરા ગામના કોન્સ્ટેબલ વિજયસિંઘ, યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા પછી, આઈપીએસ કેડરમાં પહોંચ્યા તો, ફરી ફિરોઝનો જુસ્સો જાગ્યો અને 2019માં તમામ બાધા દુર કરી પોતાની મંજીલ મેળવી.

ફિરોઝ હવે કોન્સ્ટેબલ વિજય પાસેથી મળેલી પ્રેરણા વહેંચી રહ્યા છે
હવે એસીપી ફિરોઝ આલમ તેમના વિભાગના અન્ય કોન્સ્ટેબલ જે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની તૈયારી કરી રહ્યા તેમને મદદ કરી રહ્યા છે. તેમણે દિલ્હી પોલીસ યુપીએસસી ફેમિલીના નામથી વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું છે અને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા 58 કોન્સ્ટેબલો આ ગ્રુપમાં સભ્યો છે. ફિરોઝ કહે છે કે, કેટલાક પ્રારંભિક શિક્ષણ પાસ કરી ચૂક્યા છે અને કેટલાક તેની તૈયારી કરી રહ્યા છે અને તેમને સલાહથી લઈ નોટ્સ, જે પણ જોઈએ તેના માટે, ફિરોઝ તેમને હંમેશા મદદ કરવા તૈયાર રહે છે.

તે નમ્રતાથી પોતાનું દસમા, અગિયારમા અને બારમા ધોરણનું પરિણામ જણાવે છે. ફિરોઝ કહે છે કે, તે ધૈર્ય અને આત્મવિશ્વાસની કસોટી છે અને નિષ્ફળતાથી ગભરાયા વગર, ‘જો મારા જેવો સામાન્ય વ્યક્તિ યુપીએસસી પાસ કરી શકે છે, તો કોઈ પમ વ્યક્તિએ આ પરીક્ષા પાસ કરવી મુશ્કેલ નથી.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો