નાનકડી સમજદારીથી પણ મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી થઈ શકે છે

ભારતના મહાન સ્વતંત્રતા સંગ્રામ સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના ઓરિસ્સાના કટકમાં થયો હતો. આ વખતે તેમની 122મી જયંતી છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોના વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની મદદથી આઝાદ હિન્દ ફૌજનું ગઠન કર્યુ હતુ. તેના માટે તે તાનાશાહ કહેવાતા હિટલરને પણ મળ્યા હતા. હિટલર અને બોઝની પહેલી મુલાકાતનો કિસ્સો પણ ખૂબ રસપ્રદ છે. આજે અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.

જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ પહેલી વખત હિટલરને મળવા ગયા તો ત્યાં હિટલરના અનેક હમશકલ હતા, ત્યારે નેતાજીએ અસલી હિટલરને કેવી રીતે ઓળખ્યો?

કેવી રીતે ઓળખ્યો નેતાજીએ હિટલરને?

– નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જ્યારે પહેલી વખત હિટલરને મળવા ગયા તો તેમને એક રૂમમાં બેસાડવામાં આવ્યા. હિટલરે પોતાની સુરક્ષા માટે અનેક અંગરક્ષક રાખ્યા હતા, તેમાંથી કેટલાક હિટલર જેવા જ દેખાતા હતા. જેથી લોકોને ગેરસમજ થઈ જાય.

– જ્યારે નેતાજી રૂમમાં બેસીને હિટલરનો ઇંતજાર કરી રહ્યા હતા તો થોડી વાર પછી એક વ્યક્તિ તેમની પાસે આવ્યો, જે જોવામાં એકદમ હિટલર જેવો જ હતો. તેણે હાથ વધાર્યો અને કહ્યુ – હું હિટલર, નેતાજીએ પણ હાથ વધાર્યો અને કહ્યુ હું સુભાષ ભારતથી, પણ તમે હિટલર નથી.

– નેતાજીની વાત સાંભળીને તે વ્યક્તિ એકદમ દંગ રહી ગયો અને ત્યાંથી જતો રહ્યો. થોડી વાર પછી એક બીજો વ્યક્તિ જે એકદમ હિટલર જેવી જ ધાક હતી, નેતાજી પાસે આવ્યો અને હાથ આગળ વધારતા બોલ્યો – હું હિટલર, નેતાજીએ ફરીથી હાથ મળાવ્યો અને કહ્યુ – હું સુભાષ, ભારતથી પરંતુ તમે હિટલર નથી હોય શકતા. હું અહીં માત્ર હિટલરને મળવા આવ્યો છું.

– ત્રીજી વખત ફરીથી એક વ્યક્તિ એકદમ એવી જ વેશભૂષામાં આવીને નેતાજી પાસે ઊભો થઈ ગયો. તેણે કંઈ પણ ન કહ્યુ. આ વખતે નેતાજી બોલ્યા – હું સુભાષ છું, ભારતથી આવ્યો છું પણ તમે હાથ મળાવતા પહેલા કૃપા તમારા હાથમોજાં ઉતારી દો કારણ કે હું મિત્રતાની વચ્ચે દીવાલ નથી ઈચ્છતો.

હિટલર ખૂબ સખત વ્યક્તિત્વનો માનવામાં આવતો હતો. તેની સામે આટલી હિમ્મતથી બોલનારા ઘણા ઓછા લોકો હતા. નેતાજીની હિમ્મત ભરેલી વાત સાંભળીને અને ચહેરાનો તેજ જોઇને હિટલરે પોતાના હાથમોજાં ઉતારી દીધા અને હાથ મળાવ્યો.

હિટલરે જ્યારે નેતાજીને પૂછ્યુ કે – તમે મારા હમશકલોને કેવી રીતે ઓળખ્યા તો નેતાજીએ કહ્યુ કે તમારી પહેલા જે લોકો આવ્યા હતા તેમણે આવતા જ મારી સાથે હાથ મળાવ્યો જ્યારે કોઈ વ્યક્તિ જો કોઈના ઘરે મળવા જાય છે તો જવાવાળો પહેલા હાથ વધારે છે, પોતાનો પરિચય આપે છે ન કે ઘરના માલિકે પહેલા હાથ વધારવો જોઈએ. નેતાજીની વાત સાંભળીને હિટલર પણ તેમની બુદ્ધિમાનીનો કાયલ થઈ ગયો.

લાઇફ મેનેજમેન્ટ

જ્યારે તમારી સામે કોઈ પરેશાની આવે તો જરૂરી નથી કે તેનો ઉકેલ કાઢવા માટે તમારે વધારે મહેનત કરવી પડે અથવા વિચાર કરવો પડે. નાનકડી સમજદારી પણ તે સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો