ક્યારેય નાપાસ નહીં થનાર એક તબ્બકે બે-બે વખત નાપાસ થયા બાદ IASમાં ટોપ કરનાર દાહોદ કલેક્ટરની રોચક સ્ટોરી

5 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ સફળ થવા માટેના અથાગ પ્રયત્નોમાં લાગેલા છે, તો કેટલાંકને વાંચન સાથે શું થશે તેવા વીચારો પણ કરી રહ્યા છે. પરીક્ષા આપતા પહેલાં પરિણામની ચીંતા વધુ ગંભીર છે. કારણ કે,શાળાની પરીક્ષાનું પરિણામ જ તમારૂ ભવિષ્‍ય નક્કી નથી કરતું. અહીં આજે એવા વ્યક્તિની વાત કરવી છે જેમની માર્કશીટમાં ક્યારેય નાપાસ શબ્દ ન હતો પણ એક તબ્બકે બે-બે વખત નાપાસ થયા છતાં હિંમત અને ધીરજથી IASમાં દેશમાં ટોપ કર્યુ હતું. નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખનાર દાહોદના કલેક્ટર વીજય ખરાડીએ કઇ રીતે નિષ્ફળતાને સફળતામાં ફેરવી હતી તે વાંચો તેમના શબ્દોમાં.

સાબરકાઠાના ખેડબ્રહ્માની ગામની શાળાથી માંડીને પરિવારથી દુર અમદાવાદ જઇને એન્જીનિયરીંગ કોલેજમાં બીઇ કર્યું ત્યાં સુધી હું ક્યારેય નાપાસ થયો ન હતો. ત્યાર બાદ બે વર્ષ સુધી UPSCની તૈયારી કરી. રાત-દિવસ એક કરી પરીક્ષા આપી. પરીક્ષા પૂર્ણ થયા બાદ મિત્રો સાથે લાઇબ્રેરીમાં ભેગા મળીને આન્સર કી સાથે સરખામણી અને ચર્ચા બાદ બધે ટોપર રહ્યો છુ તો આ પરીક્ષામાં પણ પાસ થઇ જઇશ તેવુ ધાર્યુ હતું. જોકે, એવુ ન થયું, હું નાપાસ થઇ ગયો. પપ્પાને ખબર પડશે તો શું થશે તેવા વીચારો સાથે હિમત ભેગી કરીને તેમને ફોન કરીને મારી નિષ્ફળતાની જાણ કરી ત્યારે તેમણે ‘કાંઇ વાધો નહીં ફરી પ્રયત્ન કરજે’ તેમ જણાવ્યુ હતું. જીવનમાં પહેલી વખત નાપાસ થવાના આઘાતમાંથી બહાર નીકળતા પખવાડિયુ લાગ્યુ હતું.

ફરીથી તૈયારી શરૂ કરી અને બીજા વર્ષે ફરી UPSCની પરીક્ષા આપી પણ સફળ નહીં થતાં ખુબ દુખી થયો. પહેલી વખત પરીક્ષા આપી ત્યારે ત્રીજા સ્ટેજ ઉપર પહોંચ્યો હતો પરંતુ બીજી વખત પરીક્ષા આપતાં હું પહેલા સ્ટેજની પરીક્ષા પણ પાસ કરી શક્યો ન હતો. એક તબ્બકે આ પરીક્ષા નહીં આપવાનું નક્કી કરી લીધુ હતું. મિત્રો અને પપ્પાએ હજી પ્રયત્નો બાકી હોવાનું કહી ફરી પરીક્ષા આપવા માટે સમજાવ્યો. મારી સામે ચેલેન્જ હતી, જો ત્રીજા પ્રયત્નમાં હું નાપાસ થાઉ તો ચોથા પ્રયત્નમાં પરીક્ષાની સાથે છેલ્લા પ્રયત્નનું પ્રેશર પણ આવી જાય. સ્વપ્ન હતું અને આ આખરી પરીક્ષા પણ ન હતી.

‘સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે’ની ઉક્તિને લક્ષમાં લઇને ફરીથી હિમત ભેગી કરી. સતત ત્રણ વર્ષની મહેનત બાદ ફરી UPSCની પરીક્ષા આપી અને તેમાં હું ટોપર રહેતાં મને IAS કેડરમાં સૌ પ્રથમ નર્મદા જિલ્લામાં આસિ. કલેક્ટર તરીકેનું પોસ્ટીંગ મળ્યુ હતું. નિષ્ફતા મળ્યા છતાં હું ઉદાસ થયો ન હતો, બલકે બમણી હિંમત ભેગી કરીને આગળ વધ્યો હતો. પરીક્ષા આપતાં તમામ વિદ્યાર્થીઓએ ચિંતા કર્યા વગર પરીક્ષા આપવી,નાસીપાસ ન થવું. હું આજે હું જે કંઇ પણ છુ મારા પરિવાર, મિત્રો અને પપ્પાના સપોર્ટને કારણે છું. વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલાં પરિણામની ચિંતા કર્યા વગર ખંત અને લગનથી પરીક્ષા આપવી જોઇએ અને દરેક વિદ્યાર્થીઓનો વાલિઓએ તેમને સપોર્ટ કરવો જોઇએ. આ તેમની આખરી પરીક્ષા નથી. આગળ વિશાળ તકો રહેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો