રાજકોટનાં આશાબેન પટેલે મંદિરમાં દર મહિને 10 હજારનું દાન આપવાનું બંધ કરીને હવે રોજ 150 ગરીબ બાળકોને ગરમ ભજિયાં, પૂરી-શાક સહિતની વાનગીઓ જમાડે છે

રાજકોટમાં રહેતાં અને સર્વસમાજનાં સભ્ય આશાબેન પટેલ અને તેનાં પરિવારજનો પહેલાં દર મહિને મંદિરમાં રૂ. 10 હજારનું દાન આપતાં હતાં. એ બંધ કરીને હવે સ્લમ વિસ્તારમાં જઈને રોજ 150 ગરીબોને ભોજન જમાડે છે, જેમાં ગરમ ભજિયાં, પૂરી-શાક સહિત અલગ અલગ વસ્તુ આપે છે. આ સિવાય ગરીબોને ધાબળા, ગરમ કપડાંનું વિતરણ કરે છે. સર્વ સેના સમાજ ટ્રસ્ટનાં આશાબેન પટેલ જણાવે છે કે જે જરૂરિયાતમંદ છે તેના સુધી સહાય પહોંચી શકે અને તેને આપ્યાનો આનંદ આવે એ માટે આ સેવા અભિયાન શરૂ કર્યું છે.

તેઓ ગૃહિણી હોવા છતાં તે વ્યસ્ત સમયમાંથી ખાસ સમય ફાળવે છે. જોકે આ કામ માટે તેનાં પરિવારજનોનો સાથ સહકાર મળે છે. તેઓ પણ હોંશે હોંશે જોડાય છે. સ્લમ વિસ્તારમાં જઈને ગરીબોને જમાડવાનું અભિયાન છેલ્લા અઢી માસથી શરૂ કર્યું છે. ગરીબોને ગરમ કપડાં, ધાબળા વિતરણ કરવું એ તો એ ઘણા વખતથી સેવાકીય કામગીરી કરે છે. જ્યારે ગરીબોને જઇને ગરમ ભોજન આપવાનું અભિયાન હમણા શરૂ કર્યું છે. તાજેતરમાં જ દિવાળી પર્વ નિમિત્તે ગરીબોને નવા કપડાં આપ્યા હતા.

આશાબેન પટેલ અને તેમના પરિવારજનો જ્યારે ગરીબોને જમાડવા માટે જાય છે ત્યારે શાકભાજીથી લઈને ગેસનો ચૂલો, તેલનો ડબ્બો, આ સિવાય રસોઈના સાધનો સાથે લઈને જ જાય છે. ગરીબ બાળકોમાં સારી આદત વિકસે તે માટે બધાને સ્થળ પર પંગતમાં ભોજન કરાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો