એક અનોખી પહેલ: શિરડીમાં દરરોજ ચઢાવતા 2.5 હજાર કિલો ફૂલ પહેલા કચરામાં ફેકાતા હતા પણ હવે તેને સૂકવીને 400 મહિલાઓ રોજ બનાવે છે 40 હજાર અગરબત્તી

શિરડીના સાંઇ મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને હવે કચરામાં ફેકવામાં નહીં આવે. પરંતુ ફરીથી તે મંદિરના કામમાં આવશે. હવે આ ફૂલોમાંથી સુંદર અગરબત્તીમાં બનાવવામાં આવશે. સાંઇ મંદિરમાં દરરોજ અંદાજિત 2.5 હજાર કિલો ફૂલો ચઢાવવામાં આવે છે. આ ફૂલોથી અગરબત્તી બનાવવાનો પ્રોજેક્ટ 11 મહિના પહેલા શરૂ કરવામાં આવ્યો છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં 45 લાખ રૂપિયાની અગરબત્તી વેચાઇ છે. જેમા 10 ટકા રકમ મંદિર ટ્રસ્ટને આપવામાં આવે છે. એક હજુ પ્રોજેક્ટથી શિરડી ટ્રસ્ટ દર મહિને લાખો રૂપિયા કમાય છે, જ્યારે શિરડી નજીકના ગામોની પણ કમાણી વધી ગઇ છે. અહીંથી મોટી માત્રામાં ફૂલો શિરડી પહોચાડવામાં આવે છે. આ ફૂલો મોટાભાગે ગલગોટો અને ગુલાબના હોય છે. આ પ્રોજેક્ટમાં માત્ર મહિલા કામ કરે છે. અંદાજિત 400 મહિલાઓને રોજગાર મળે છે.

સ્પેશિયલ ટ્રેનિંગ માટે મહિલાઓની ટીમ ગઇ હતી ઇઝરાયલ

મહિલાઓની ટીમે ઇઝરાયલ જઇને સીખી ટેકનીક

પ્રોજેક્ટમાં સામેલ જનસેવા ફાઉન્ડેશનની ફાઉન્ડર શાલિનીતાઇ વિખે પાટિલે જણાવ્યું કે, ‘અમારી ટીમ ઇઝરાયલ ગઇ હતી. ત્યાં અમે ફૂલોમાંથી પરફ્યુમ બનાવવાની પ્રોસેસ સીખી. ત્યારે અમને આઇડિયા આવ્યો કે અમે અહીં મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોથી અગરબત્તી બનાવી શકીએ છીએ. અમે મંદિર ટ્રસ્ટની મદદથી આ કામ શરૂ કર્યું’

દરરોજ લાખો શ્રદ્ધાળુ શિરડી આવે છે. તે મોટી માત્રામાં સાંઇ બાબાને ફૂલો અર્પણ કરે છે. શંકા એ હતી કે આ ફૂલોનો યુઝ કેવી રીતે કરવામાં આવે. પછી આ ફૂલોથી અગરવત્તી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. અત્યાર સુધી ફૂલ નષ્ટ કરવામાં પૈસા લાગતા હતા. હવે તે કમાણીનું સાધન છે.

40 હજાર અગરબત્તી બનાવવામાં આવે છે દરરોજ

જનસેવા ફાઉઇન્ડેશન સાઇ મંદિરથી ફૂલો લઇને લોણી ગામમાં મોકલવામાં આવે છે. અહીં ફૂલોના રંગોના હિસાબથી તેની છટણી કરવામાં આવે છે. પછી ત્રણ દિવસ સુધી સોલર ડ્રાયરમાં તેને સુકવવામાં આવે છે. સુકેલા ફૂલોના પાનને ગ્રાઇન્ડીંગ કરી પાવડર બનાવવામાં આવે છે. ત્યારબાદ પેસ્ટ બનાવી અગરબત્તી બનાવવામાં આવે છે. પછી તેને ગુલાબના પ્રાકૃતિક રંગમાં પલાડી એકવાર ફરી સોલર ડ્રાયરમાં સૂકવવામાં આવે છે. સૂકવ્યા બાદ 30 ગ્રામના પેકમાં પેકિંગ થાય છે. અહીં દરરોજ 40 હજાર અગરબત્તી બનાવવામાં આવે છે.

પ્રોજેક્ટમાં સામેલ મહિલાઓ દિવસભર ફૂલ અને તુલસીના પાનને છૂટા પડે છે. આનાથી તેનું સ્વાસ્થ્ય સારૂ રહે છે. જ્યારે, બજારમાં વેચાતી અન્ય અગરબત્તીઓમાં કોલસાનો પાવડર પણ યુઝ થાય છે, જેનાથી કેન્સર જેવી બીમારીઓનો ખતરો રહે છે. – ધનશ્રી વિખે પાટીલ, પ્રોજેક્ટ સંચાલિકા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો