કેન્સર હતું છતાંય ના કરાવી કિમોથેરાપી, જાણો પછી કેવી રીતે જીવ્યો 102 વર્ષ સુધી

આજે આપણે એવા વ્યક્તિની વાત કરીશું, જેને 60 વર્ષની ઉંમરે કેન્સરની બીમારી થઈ હતી અને ડોક્ટર્સે તેને કહી દીધું હતું કે તે હવે માત્ર છ મહિના જ જીવશે. અલબત્ત, તે વ્યક્તિ 102 વર્ષ સુધી જીવ્યો. આ વાત છે સ્ટેમેટિસ મોરાઈટિસની.

60 વર્ષે કેન્સર હોવાની થઈ જાણઃ

60 વર્ષે સ્ટેમેટિસને ખબર પડી કે તેને ફેફસાનું કેન્સર છે પરંતુ તે નિરાશ થયો નહીં. તેણે આ ગંભીર બીમારીની સારવાર કરવાનું નક્કી કર્યું. તે અનેક ડોક્ટર્સે પાસે ગયો અને તમામ ડોક્ટર્સે તેને એમ જ કહ્યું કે જો તે કિમોથેરાપી નહીં કરાવે તો છ મહિનાની અંદર જ મરી જશે. જોકે, સ્ટેમેટિસે કિમોથેરાપીની ચોખ્ખી ના પાડી દીધી હતી.

પોતાના શહેર જતો રહ્યોઃ

સ્ટેમેટિસ અમેરિકાથી પોતાના શહેર ગ્રીસ જતો રહ્યો. શરૂઆતના થોડાં દિવસ તે નિરાશ રહ્યો હતો અને દુઃખી થઈ ગયો હતો. જોકે, તેણે જીવનથી હાર ના માનવાનો સ્વીકાર કર્યો હતો. તેણે ફરીથી જીવન પોતાની રીતે જીવવાનો નિર્ણય કર્યો હતો.

જે ડોક્ટર્સે કહ્યું હતું કે છ મહિનાની અંદર આ વ્યક્તિ મરી જશે, 37 વર્ષ બાદ તે તમામ ડોક્ટર્સ મરી ચૂક્યા હતાં….

અહીંયા આવીને કર્યું આ કામઃ

સ્ટેમેટિસ પર્વત પર આવેલા ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં ગયો. તેણે અહીંયાના સ્થાનિક લોકો સાથે વાત કરી અને દેશી શરાબની બે બોટલ લીધી. થોડાં સમય પછી તે પોતાને પહેલાં કરતાં વધુ સ્ટ્રોંગ ફિલ કરવા લાગ્યો હતો. ત્યારબાદ તેણે વાઈન બનાવવા માટે એક બગીચો ખરીદ્યો હતો. તે રોજ સવાલે વહેલો ઉઠી જતો અને આખો દિવસ ખુલ્લાં આકાશમાં સમય પસાર કરતો.

આ રીતે આખો દિવસ કરતો કામઃ

સ્ટેમેટિસ આખો દિવસ ખુલ્લા આકાશ નીચે બગીચામાં કામ કરતો હતો. રાત્રે સ્થાનિક બાર ચલાવતો હતો. આ રીતે તે જીવનમાં સક્રિય થયો અને ખુશ રહેવા લાગ્યો હતો. સમય પસાર થતો ગયો. તે પહેલાં કરતાં વધુ સ્વસ્થ થઈ ગયો હતો. તેણે પોતાનું ઘર રિનોવેટ કરાવ્યું. આટલું જ નહીં તે જથ્થાબંધ દેશી શરાબનું ઉત્પાદન કરવા લાગ્યો હતો.

97 વર્ષની ઉંમરે યાદ આવી આ વાતઃ

જ્યારે સ્ટેમેટિસ 97 વર્ષનો થયો ત્યારે તેને યાદ આવ્યું કે કેન્સરને કારણે હજી સુધી તેનું મોત થયું નથી. જે ડોક્ટર્સે તેને છ મહિનાની અંદર તે મરી જશે, તેવું કહ્યું હતું તે તમામ ડોક્ટર્સને મળવાનો નિર્ણય સ્ટેમેટિસ કર્યો. જ્યારે તે તમામ ડોક્ટર્સ પાસે ગયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આમાંથી એક પણ ડોક્ટર્સ જીવિત નથી.

102 વર્ષ સુધી જીવ્યોઃ

કિમોથેરાપી ના લેવા છતાંય સ્ટેમેટિસ 102 વર્ષ સુધી જીવ્યો અને તેનું નેચરલ ડેથ થયું. આનું રહસ્ય માત્ર એટલું જ હતું કે તે હંમેશા ખુશ રહેતો હતો, ખુલ્લી હવામાં શ્વાસ લેતો હતો અને તેના મનમાં એકવાર પણ વિચાર ના આવ્યો કે તેને કોઈ બીમારી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો