ગરીબ માતાએ હેલિકોપ્ટર જોઈને કહ્યું હતું ‘આપણે તો આમાં ક્યારેય બેસશું કે નહીં’ દીકરાએ માતાના 50માં બર્થડે પ્રેઝન્ટમાં હેલિકોપ્ટરમાં બેસાડીને ફેરવી

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક યુવકે તેની માતાની અનેક વર્ષો જૂની ઈચ્છા પૂરી કરાવતા તેને હેલિકોપ્ટરમાં બેસાડી સમગ્ર શહેરનું ચક્કર લગાવડાવ્યું. માતાની ઈચ્છા પૂરી કરવા માટે દીકરાના આ પ્રયત્નોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. તેને કળિયુગના શ્રવણ કુમાર કહેવામાં આવે છે. મંગળવારે પ્રદીપ ગરડની માતા રેખા દિલીપ ગરડનો 50મો જન્મદિવસ હતો. માતાને ગિફ્ટ આપવા માટે પ્રદીપે હેલિકોપ્ટર રાઈડની સરપ્રાઈઝ વ્યવસ્થા કરી હતી. પ્રદીપે જણાવ્યું હતું કે મંગળવારે તે માતાને સિદ્ધિવિનાયક લઈ જવાના બહાને સીધા જ એરબેઝ પહોંચ્યા હતા અને હેલિકોપ્ટર દેખાડીને સરપ્રાઈઝ આપ્યું. દીકરાની આ ખાસ સોગાંદ જોઈ માતા તેની આંખમાં આંસુ અટકાવી શકી ન હતી અને રાઈડ સમયે પણ અનેક વખત રડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રેખા મૂળ સોલાપુર જિલ્લાના બાર્શીની રહેવાસી છે. લગ્ન બાદ તે પતિ સાથે ઉલ્હાસનગર શિફ્ટ થઈ હતી. રેખાના 3 બાળકો છે અને તેમા પ્રદીપ સૌથી મોટો છે. પ્રદીપ જ્યારે ધોરણ-7માં અભ્યાસ કરતો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ માતાએ ખૂબ જ મુશ્કેલ સમયમાં ત્રણેય બાળકોને ભણાવ્યા. તે અન્ય લોકોના ઘરના કામ કરતી હતી. રેખાનો મોટો દીકરો પ્રદીપ આજે એક કન્સ્ટ્રક્શન કંપનીમાં મોટા પદ પર છે.

પ્રદીપે કહ્યું કે તે જ્યારે ધોરણ-12માં અભ્યાસ કરતો હતો તો તેના ઘરની ઉપર એક હેલિકોપ્ટર ઉડી રહ્યું હતું. માતાએ તેને જોઈને પૂછ્યું કે શું આપણે પણ ક્યારેક તેમા બેસી શકશું. તે દિવસે મેં નક્કી કરી લીધુ હતું કે એક દિવસ માતાને હેલિકોપ્ટરની સફર ચોક્કસ કરાવીશ. માતાની આ ઈચ્છા પૂરી કરવા માટે તેના 50માં જન્મદિવસથી વિશેષ કોઈ સારો દિવસ ન હતો. છેવટે દીકરાએ માતાનું આ સપનું પૂરું કર્યું.

એક દીકરાએ માતાને ગિફ્ટ તરીકે જે આપ્યું તેની આજે ચોમેર ચર્ચા થઈ રહી છે. પ્રદીપની નોકરી લાગ્યા બાદ સમગ્ર પરિવાર એક ફ્લેટમાં રહેવા આવેલો છે. દીકરાના આ પ્રયત્ન બાદ રેખા તેના આંખમાં આંસુ રોકી શકતી નતી અને સતત રડતી નજર આવે છે. આ સમયે રેખાએ કહ્યું- ભગવાન આવા દીકરા સૌને આપે. સંપૂર્ણ પરિવારે આશરે અડધા કલાક સુધી હેલિકોપ્ટરની સવારીનો આનંદ માણ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો