રાજકોટમાં પુત્રના નિધન બાદ સાસુ-સસરાએ પુત્રવધૂને દીકરીની જેમ સાસરે વળાવી, પુત્રવધૂનું કન્યાદાન કરીને સમાજને નવો રાહ ચીંધ્યો

દિવસે ને દિવસે સાસરિયાંના ત્રાસના અનેક કિસ્સાઓ વધતા જાય છે, પરંતુ રાજકોટમાં સમાજ માટે પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. પુત્રના મોત બાદ સાસુ-સસરાએ માતા-પિતા બની પુત્રવધૂનું કન્યાદાન કર્યું હતું. પુત્રવધૂનાં માતા-પિતા પણ હયાત નથી ત્યારે સાસરિયાંએ જ માવતર બની લગ્ન કરાવ્યાં હતાં. સાસુ-સસરા ધ્રુસકે ધ્રુસકે રડી કહ્યું હતું કે તમામ લોકો વહુને દીકરીની જેમ જ રાખે . શહેરના ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે અક્ષરનગર શેરી નં.5માં રહેતા ધીરુભાઈ જાદવભાઈ જેઠવા મોચીનું કામ કરે છે. તેમના પુત્ર મુકેશભાઈ એક કારખાનામાં કામ કરતા હતા. નવેક વર્ષ પહેલાં મુકેશભાઈના મહારાષ્ટ્ર ખાતે રહેતા મોચી પરિવારની દીકરી જયા સાથે લગ્ન થયા હતા, પરંતુ ગત જાન્યુઆરી મહિનામાં હાર્ટ-અટેકથી પુત્રનું મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મુકેશભાઇ માતા-પિતાના આધારસ્તંભ હતા
મુકેશભાઈ અને જયાબેનને લગ્ન સંસાર દરમિયાન એક પુત્ર અને એક પુત્રી છે. આ વર્ષે જાન્યુઆરી માસમાં મુકેશભાઈનું હાર્ટ-અટેકથી અવસાન થયું હતું. ઘરના આધારસ્તંભ યુવાન પુત્રનું અવસાન થતાં અને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં મોચી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી. પતિના મોતથી 28 વર્ષીય જયાબેનની જે સ્થિતિ હતી એ જોઈ પરિવાર વધુ દુ:ખી થતો હતો, આથી જયાબેનના બીજા લગ્ન કરાવી દેવા ખુદ સાસુ-સસરાએ જ જ્ઞાતિમાં જ સારું ઠેકાણું શોધવાનું શરૂ કર્યું હતું.

અમદાવાદમાં રહેતા જ્ઞાતિના જ યુવાન સાથે બીજા લગ્ન કરાવ્યાં
દરમિયાન અમદાવાદના ઠક્કર બાપાનગરમાં રહેતા અને મોચીકામ સાથે સિલાઈકામ પણ કરતા પરેશભાઈ મગનભાઈ વાઢેર (ઉં.વ.38)નો પરિચય થયો હતો. સગાં-સંબંધીઓ વચ્ચે લગ્ન બાબતે ચર્ચા થઈ હતી અને સાસુ-સસરાએ કન્યાદાન કરી પુત્રવધૂના બીજા લગ્ન કરાવી આપ્યા હતા. રાજકોટ કોર્ટ ખાતે પરેશભાઈ અને જયાબેનના લગ્ન રજિસ્ટર થયા હતા અને ફૂલહાર વગેરે વિધિ સાથે દંપતીએ નવા જીવનની શરૂઆત કરી હતી.

સાસુ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં અને જણાવ્યું હતું કે મારા દીકરા અને પુત્રવધૂએ મને ક્યારેય હેરાન કર્યાં નથી. સાજા-માંદા હોઇએ ત્યારે મારો દીકરો મને ખંભા પર બેસાડી હોસ્પિટલ લઇ જતો હતો. મારે કિડનીની બીમારી હોવાથી મને સાજી કરવા માટે ખૂબ જ દોડધામ કરતો હતો. મારો નોધારાનો આધાર જતો રહ્યો છે. હવે તો મે મારી દીકરી (પુત્રવધૂ)ને પણ વિદાય કરી દીધી છે.

તેણે જે વસ્તુ પર હાથ મૂક્યો એ વસ્તુ હાજર કરીને મેં આપી છે: સાસુ
સાસુએ વધુમાં જણાવ્યું હતું કે મારી વહુને મેં ત્યાં સુધી કહ્યું હતું કે બેટા, તું ભાગીને લગ્ન કરી લે ગમે ત્યાં, પરંતુ મારી વહુએ કહ્યું કે ના મમ્મી, હું તમારી સાથે 15 વર્ષ રહી છું અને હવે આવું કરું તો મારાં મમ્મી-પપ્પાની ઇજ્જત જાય. બાદમાં અમે અમદાવાદ ગયા અને જ્ઞાતિનો જ છોકરો દેખાડ્યો હતો. તે લોકો પણ અહીં આવ્યા અને બધું જોયું-જાણ્યું. બાદમાં તેઓ મંગળવારે આવ્યા અને લગ્ન કરાવ્યા. મેં કોઈ દિવસ મારી વહુને દુઃખ આપ્યું નથી. તેણે જે વસ્તુ પર હાથ મૂક્યો એ વસ્તુ હાજર કરીને મેં આપી છે. ઘરમાં જેટલો સામાન હતો એ મેં ખુદ હાથે પેક કરી દીધો હતો. મારી દીકરીનો સામાન જે આવ્યો છે એ પણ આપી દીધો છે.

મેં દીકરીની જેમ જ મારી પુત્રવધૂને રાખી: ધીરુભાઈ
ધીરુભાઇએ જણાવ્યું હતું કે મેં દીકરીની જેમ જ મારી પુત્રવધૂને રાખી છે. હું બધાને કહું છું કે તમે પણ વહુને દીકરીની જેમ રાખજો. મારા પુત્રનું અવસાન થતાં અમે નક્કી કર્યું કે સારી જગ્યાએ ઠેકાણું જોઇ પુત્રવધૂના લગ્ન કરાવી દઈએ, આથી અમારી પુત્રવધૂ પણ સુખી-શાંતિથી રહી શકે. મારી પુત્રવધૂ ઘરકામ કરવા જતી ત્યારે મને દયા આવી અને કહ્યું કે બેટા, તું બીજું ઘર કરી લે, પરંતુ તે ના પાડતી હતી, આથી મેં ઘરકામ મુકાવી સારી જગ્યાએ ઠેકાણું ગોતી લગ્ન કરાવ્યા છે. બીજા લોકોને પણ સલાહ આપું છું કે વહુને દીકરીની જેમ જ રાખજો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો