સોમનાથ : રહેવાની આવી સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું

પ્રથમ જ્યોતિર્લિંગમાં સોમનાથનું નામ છે. આજે તેની વાત કરીશું. અહીં કેવી રીતે જવું, રહેવા અને જમવાની કેવી વ્યવસ્થા છે અને કેટલું ભાડું છે. સાથે એ પણ જણાવીશું કે દર્શન અને આરતીનો સમય શું છે.

મંદિર: સોમનાથ મંદિર

સંચાલન: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવે છે.

નિર્માણ: ગુજરાતનું સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે. આ મંદિરને હિન્દુ ધર્મના ઉતાર-ચઢાવનું પ્રતીક કહી શકાય, અત્યંત વૈભવશાળી હોવાના કારણે સોમનાથ મંદિરને કેટલીયે વખત તોડવામાં આવ્યું અને પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે આજે પણ સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. વર્તમાન મંદિરના પુનઃનિર્માણનો પ્રારંભ ભારતને આઝાદી મળી ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યો હતો. વૈશાખ સુદ પાચમના દિવસે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

મહાત્મ્ય: દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ. દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળુ અને 15 દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.

મંદિરના મુખ્ય આકર્ષણો:

સોમનાથમાં પાંચ સૌથી મોટા પ્રસંગ હોય છે. જેમાં શ્રાવણ માસ, શિવરાત્રી, કાર્તિક પૂર્ણિમાંનો મેળો અને સોમનાથ સ્થાપનાદિવસ મુખ્ય છે અને આ સમયે સોમનાથમાં અભૂતપૂર્વ તહેવાર જેવું વાતાવરણ હોય છે. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું. 1948માં સોલંકી શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ – “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. આ મંદિરની ઉંચાઇ 175 ફુટની છે. શિખર પર કળશ અને ધ્વજ એ શિવતત્વની અનુભૂતી થાય છે. છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.

આરતીનો સમય: ઋતુ પ્રમાણે આ સમય બદલાતો રહે છે.

સવાર: 7:00 am
બપોરે: 12.00
સાંજ: 7:00 pm

દર્શનનો સમય :  6AM to 9.30PM

કેવી રીતે પહોંચવું: 

જુનાગઢથી 94 કિમી, રાજકોટથી 197 કિમી, અમદાવાદથી 410 કિમી સરકારી અને ખાનગી બસોની સુવિધા છે. સોમનાથ રેલ્વે સ્ટેશન પણ છે. દિવથી સોમનાથ 94 કિલોમીટર છે અને દિવ એરપોર્ટ છે.

નજીકના મંદિરો:

1). ભાલકા તિર્થ- 4 કિમી
2). પ્રાચી તિર્થ-20 કિમી
3). ભવનાથ મહાદેવ મંદિર, જુનાગઢ- 93 કિમી

રહેવાની સુવિધા છે: સોમનાથમાં રહેવાની સારી વ્યવસ્થા છે. શ્રદ્ધાળુઓના મોટા પ્રવાહને ધ્યાનમાં રાખીને અહીં વ્યવસ્થા પણ મોટી છે. somnath.orgની વેબસાઈટ પરથી ચાર ગેસ્ટ હાઉસનું ઓનલાઈન બૂકિંગ કરી શકાશે. જેમા લીલાવતી અતિથી ભવન, મહેશ્વરી અતિથી ભવન, સાગર દર્શન ગેસ્ટ હાઉસ અને તન્ના અતિથી ગૃહ છે. લીલાવતી અતિથીગૃહમાં કુલ 73 રૂમ છે જેમાં એસી રૂમનું ભાડું રૂ. 950 છે, જ્યારે નોન એસી રૂમનું ભાડું રૂ. 750 છે.મહેશ્વરી અતિથી ગૃહમાં કુલ 137 રૂમ છે, જેમાં એસી રૂમનું ભાડું રૂ. 950 છે, જ્યારે નોન એસી રૂમનું ભાડું રૂ. 750 છે. SUITEનું ભાડું રૂ. 1568 છે.  સાગર દર્શન ગેસ્ટ હાઉસમાં કુલ 66 રૂમ છે જેના રૂમનું ભાડું 2520 રૂ. છે. જ્યારે તન્ના અતિથી ગૃહમાં 60 રૂમ છે જેમાં રૂમનું ભાડું રૂ. 500 છે.

બુકિંગ કેવી રીતે:  somnath.orgની વેબસાઈટ પરથી ચાર ગેસ્ટ હાઉસનું ઓનલાઈન બૂકિંગ કરી શકાશે. તેનો હેલ્પ લાઈન નંબર 9428214914 છે.

સરનામું: સોમનાથ મંદિર, જિલ્લો ગીર સોમનાથ, પીન- 362 268

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો