કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા હતા, જોઇ લો સુંદર ભવ્ય નજારો.

સોમનાથ મહાદેવ મંદિરમાં ગઇકાલે કાર્તિકી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિના 12 વાગ્યે મંદિરમાં મહાપૂજા, મહાઆરતી યોજાયા હતા. મંદિરનું પ્રાંગણ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાની રાતે 12 વાગ્યે જોવા મળ્યો અલૌકિક નજારો

કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા હતા. વર્ષમાં માત્ર એકજ દિવસ કાર્તિકી પૂર્ણિમાનાં દિવસે આ સંયોગ રચાય છે. આ સંયોગનાં તેમજ સોમનાથ મહાદેવનાં દર્શન કરી લાખો શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા. આ નજારો જોતા એમ લાગે છે કે સોમનાથ મંદિર પર ચંદ્ર વર્ષમાં આજનાં દિવસે પોતાના કિરણોનો સોમનાથ દાદા પર સીધો અભિષેક કરે છે.

કાર્તિકી પૂર્ણિમાનાં દિવસે સોમનાથ પરિસરમાં યોજાતા ઐતિહાસિક મેળાનો અંતિમ દિવસ છે. પાંચ દિવસીય મેળો આજ રાત્રીની મહા આરતી બાદ પૂર્ણ થાય છે. આજે મધ્યરાત્રીએ 12 વાગ્યે સોમનાથમાં ચાલતા કાર્તિકી પૂર્ણિમાનાં મેળાની પુર્ણાહુતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી.

કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા હતા.

કહેવાય છે કે સોમનાથ મહાદેવ, ચંદ્ર અને ત્રિશુલ વર્ષમાં એકજ વખત કાર્તિકી પૂર્ણિમાનાં દિવસે મધ્યરાત્રીએ 12 વાગ્યે થોડી મિનિટો માટે એક સીઘી લીટીમાં આવે છે. વર્ષમાં એકજ વખત થોડા સમય માટે બનતા આ યોગનાં દર્શને અનેક ભાવિકો સોમનાથ દાદાનાં દર્શને આવી પહોંચ્યા હતા.

મેળાના છેલ્લા દિવસે આજુબાજુ વિસ્તારના ગ્રામ્યજનો તેમજ લીલી પરિક્રમા પુર્ણ કરી આવેલા યાત્રિકોએ મેળો માણેલ હતો.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકમેળામાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો લોકડાયરો યોજાયેલ હતા. પાંચ દિવસના આ મેળામાં લાખો લોકો ઉમટી પડેલ હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!