તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સોલર સાઇકલ: 50 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર દોઢ રૂપિયો જ, બેટરી પૂર્ણ થયા પછી પણ દોડશે 20 કિમી સુધી

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પણ પાર થઈ ગઈ છે. એવામાં મોંઘવારીએ માજા મૂકી છે. વધતા પેટ્રોલના ભાવ સામે લડવા માટે લોકો પણ નવા વિકલ્પ શોધી રહ્યા છે. આ દરમિયાન તામિલનાડુના મદુરાઇમાં રહેતા કોલેજના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જા દ્વારા ચાલતી સાઇકલ બનાવી છે. આ વિદ્યાર્થીનું નામ ધનુષ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

50 કિમી સુધી સાઇકલ ચલાવવાનો ખર્ચ માત્ર 1.50 રૂપિયો જ
મદુરાઈનો રહેવાસી વિદ્યાર્થી ધનુષ કુમારે સોલર પેનલની મદદથી એક સોલર સાઇકલ બનાવી છે. આ સાઇકલની વિશેષ વાત એ છે કે એને એક વખતમાં ચાર્જ કરવા પર 50 કિમી સુધી ચલાવી શકાય છે. બેટરી ડિસ્ચાર્જ થયા બાદ પણ એને 20 કિમી સુધી ચલાવી શકાય છે. આ સોલર સાઇકલ દ્વારા 50 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર 1.50 રૂપિયો જ થાય છે. એને સાઇકલ અને બાઇક બંને રીતે ઉપયોગમાં લઈ શકાય છે.

સાઇકલની બેટરી સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે
ધનુષ કુમારે જણાવ્યું હતું કે આ સાઇકલ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે, એટલા માટે મદુરાઇ જેવાં નાનાં શહેરોમાં આ સોલર સાઇકલ ખૂબ જ ઉપયોગી બની શકે છે. આ સાઇકલમાં એક બેટરી લગાવવામાં આવી છે, જે સૂર્યપ્રકાશ દ્વારા ચાર્જ થાય છે. આમ તો આ સાઇકલ કેટલાક મહિનાઓ પહેલાં પણ ચર્ચામાં આવી હતી, પરંતુ હવે પેટ્રોલમાં ભડકે બળતા ભાવના કારણે મદુરાઈમાં ધનુષની આ સોલર સાઇકલ ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

સોલર સાઇકલથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે
દેશમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થઈ રહ્યું છે, એને કારણે લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં ધનુષ કુમાર જણાવે છે કે આ સોલર સાઇકલ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થશે જ, પરંતુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો