સુરતમાં લગ્નમાં જાગૃતિનો પ્રયાસ: નવ દંપતિએ લગ્નની ભેટ કેન્સર પીડિતોને આપી અનોખુ ઉદાહરણ પુર પાડયું

સુરતઃ ઘોડદોડરોડ વિસ્તારમાં યોજાયેલા લગ્ન સમારોહમાં નવદંપતિએ એક અલગ જ પ્રથા પાડી. વરરાજા દીપ દેસાઇએ સંગીત, મહેંદી, લગ્ન અને રિસેપ્શનમાં મળેલા બધા જ પૈસા પોતાના પપ્પાનાં નામ પર શરૂં કરેલા તેજસ કેન્સર ફાઉન્ડેશનના પહેલા ડોનેશન તરીકે જમા કરાવ્યા હતાં.

– દીપ દેસાઈના પપ્પાને પ્રોટેસ્ટ કેન્સર ચોથા સ્ટેજમાં હોવાથી મોત થયું હતું

– વર્ષ અગાઉ થયેલા મોત બાદ કેન્સરની જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

– કેન્સર વિરોધી ફાઉન્ડેશ શરૂ કરી લોકોને ચેકઅપ કરાવવાની જાગૃતિ ફેલાવે છે

– સુરતમાં કેન્સર ક્લબ ખોલવાનો વિચાર

કેન્સરને કારણે પિતાનું મૃત્યુ થવાથી દીકરાએ ફાઉન્ડેશનની સ્થાપના કરી

* નવદંપતિએ લગ્નમાં એક અલગ જ પ્રથા પાડી
* વરરાજાના પિતાને ચોથા સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થતાં મોત થયું હતું

રકમને પપ્પાનાં ફાઉન્ડેશનમાં આપીશઃ વરરાજા

દીપ દેસાઇએ કહ્યું હતું કે ‘લગ્ન પહેલા મેં પત્ની અને માતા સાથે વાત કરી લીધી હતી કે હું ફંક્શનમાં એકત્ર કરેલી રકમને પપ્પાનાં ફાઉન્ડેશનમાં આપીશ, કારણ કે મારું માનવું છે કે આ બધા ફંક્શનમાં કોઇ પણ પ્રકારનાં પૈસા લેવા જોઇએ નહીં, પણ પ્રથાઓને રોકવા કરતા એ મળેલા પૈસાને કોઇ સારા કામમાં વાપરું તો એમનું કહેલું કંઇક અંશે સાર્થક કરી શકીશ અને મારી આ વાતને મારી પત્ની અને મમ્મીએ વધાવી લીધી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

– આણંદમાં યોજાયા અનોખા લગ્ન, જાનમાં 150 વિક્લાંગ બાળકો અને ઘરડાઘરના વૃદ્ધોને ભોજન કરાવીને અનોખુ ઉદાહરણ પુર પાડયું

– સમાજમાં રહેલા કુરીવાજની નાબુદી અને અંધશ્રધ્ધાના નિવારણ માટે આટલું ચોક્કસ અમલીકરણ કરવું જોઈએ

– તમાકુની લત છોડવા માટે અપનાઓ આ નાની-નાની ટિપ્સ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો