21 વર્ષની ઉંમરે થયા છૂટાછેડા, માતાપિતાએ રાખવાનો કર્યો ઇન્કાર, અનેક મુશ્કેલીને મ્હાત આપીને 31 વર્ષની વયે બની સબ ઇન્પેક્ટર

21 વર્ષની થતા પહેલા જ કેરળ(Kerala)ના તિરુવનંતપુરમના કાંઝીરામકુલમમાં રહેતી એસપી એની (SP Aanie) પતિથી અલગ થઈ ગઈ હતી. એ સમયે તેણીને આઠ મહિનાનું બાળક હતું. એનીના માતાપિતાએ તેણીને ઘરે રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં એની પોતાના દાદીના ઘરે રહી હતી. એનીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે તમામ પ્રકારના કામ કર્યાં હતાં. એનીએ ઘરે ઘરે જઈને વીમો વેચ્યો હતો, શિકંજી વેચવાનું કામ કર્યું, મેળો લાગ્યો તો તેમાં આઇસક્રીમ પણ વેચ્યો હતો. એનીએ પોતાના સપના વચ્ચે કોઈ પણ વિઘ્ન આવવા દીધું ન હતું. અનેક મુશ્કેલીને મ્હાત આપીને 31 વર્ષની એની હવે કેરળના વરખલા પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નવી જિંદગી શરૂ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એનીએ શનિવારે પદભાર સંભાળ્યો હતો. જે બાદમાં અનેક ફિલ્મ સ્ટાર તેણીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેણીને શુભેચ્છાના અનેક સંદેશ પ્રાપ્ત થયા છે. ગ્રેજ્યુએશન પહેલા જ એનીએ પોતાના માતાપિતાની વિરુદ્ધ જઈને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. થોડા જ સમયમાં તેણી પોતાના પતિથી અલગ થઈ હતી. જે બાદમાં પોતાના દાદીના ઘરે રહીને એનીએ પોતાના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એનીએ પહેલા સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદમાં ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા અનુ-સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

એનીએ પોતાના જીવનમાં અનેક પ્રકારના કામ કર્યાં હતાં. એનીએ ઘરે ઘરે જઈને લોકોને વીમો વેચ્યો હતો. જેમાં સફળતા ન મળતા એનીએ તહેવારોની સિઝનમાં શિકંજી અને આઇસક્રીમ વેચવાની શરૂઆત કરી હતી. એનીએ વરકલા ખાતે પ્રવાસન સ્થળો પર પણ શિકંજી અને આઈસક્રીમ વેચ્યા હતા. કોઈએ તેણીને કહ્યું હતું કે આ બંને વસ્તુમાં નફો ખૂબ વધારે મળે છે.

સિંગલ મધર હોવાને કારણે એનીને મોટા શહેરોમાં પોતાના અને બાળક માટે ભાડેથી મકાન મેળવવામાં પણ ખૂબ પરેશાની થઈ હતી. જે બાદમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે એનીએ બોયકટ વાળ રાખવાનું નક્કી કર્યું હતું. એની ઇચ્છતી ન હતી કે કોઈ તેના તરફ વધારે ધ્યાન દે.

જે બાદમાં સંબંધીઓએ તેણીને પોલીસ ઑફિસરની નોકરી માટે અરજી કરવાની પ્રેરણા આપી હતી. સંબંધીઓએ પરીક્ષાની તૈયારી માટે એનીને થોડા પૈસા પણ આપ્યા હતા. 2016માં એની સિવિલ પોલીસ ઑફિસર બની હતી. ત્રણ વર્ષ બાદ એનીએ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી હતી. દોઢ વર્ષની તાલિમ બાદ એનીએ શનિવારે પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પદભાર સંભાળ્યો હતો.

એનીનું કહેવું છે કે તેના પિતાનું સપનું હતું કે તેણી આઈપીએસ ઑફિસર બને. આ માટે ખૂબ મહેનતથી અભ્યાસ કર્યો હતો. એનીનું કહેવું છે કે, “જ્યાં સુધી આપણે એવું નક્કી નથી કરી લેતા કે આપણે હારી ગયા છીએ , ત્યાં સુધી આપણે હારતા નથી.” એનીએ પોતાની સફળતાની વાત પોતાના ફેસબુક પેજ પર પણ લખી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો