આને કહેવાય સાદગી! દીકરો છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી, છતાં પણ બીજાના ખેતરમાં પરસેવો પાડીને ગુજરાન ચલાવે છે માતા-પિતા.

કોનૂર- 59 વર્ષીય એલ વરુદમ્મલ આકરા તડકામાં ખેતરમાં કામ કરી રહ્યા છે. તેમણે લાલ સાડી પહેરી છે, સફેદ શર્ટ પહેર્યો છે અને માથા પર લાલ ગમછો લપેટ્યો છે. વરુદમ્મલ ગામમાં રહેનાર અન્ય સામાન્ય મહિલાઓ જેવા જ દેખાય છે. પાસેના એક ખેતરમાં 68 વર્ષીય લોગનાથન જમીનને સમતલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેતરમાં મજૂરી કરી રહેલા આ પતિ-પત્નીને જોઈને કોઈ અંદાજો ના લગાવી શકે તે એક કેન્દ્રીય મંત્રીના માતા-પિતા છે. તેમનો દીકરો એલ. મુરુગન કેન્દ્રમાં રાજ્ય મંત્રી બન્યો છે પરંતુ બન્ને હજી પણ ખેતરમાં પરસેવો પાડી રહ્યા છે. બન્નેને દીકરા કરતા અલગ જીવન પસંદ છે, અને પરસેવો પાડીને પોતાની કમાણીથી મેળવેલી રોટલી ખાવાનું પસંદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જ્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ટીમ તેમના ગામ પહોંચી તો ગામના પ્રમુખે તેમની સાથે વાતચીત કરવાની મંજૂરી આપી. વરુદમ્મલ ખચકાટ સાથે આગળ આવ્યા અને કહ્યું કે, મારો દીકરો કેન્દ્રીય મંત્રી બની ગયો તો હું શું કરુ? મારો દીકરો નરેન્દ્ર મોદીના કેબિનેટનો ભાગ છે તે વાતનું મને ગર્વ તો છે પરંતુ હું તેનો શ્રેય લેવા નથી માંગતી. અમે તેની કારકિર્દી માટે કંઈ નથી કર્યું.

અરુણથથિયાર સમાજના આ બન્ને લોકો નમક્કલ પાસે એઝબેસ્ટાસના છાપરા વાળી ઝૂંપડીમાં રહે છે. ક્યારેક તે કુલીનું કામ કરે છે તો ક્યારેક ખેતરમાં કામ કરે છે. તેઓ રોજનું કમાઈને રોજ ખાનારા લોકો છે. દીકરો કેન્દ્રીય મંત્રી બન્યો તેનાથી તેમના જીવનમાં કોઈ ખાસ ફરક નથી પડ્યો. તેમને દીકરો મંત્રી બન્યો હોવાની ખબર પાડોશીઓ પાસેથી મળી. ખબર સાંભળીને તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યુ.

માર્ચ 2000માં જ્યારે મુરુગનને તમિલનાડુ બીજેપીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે તે માતાપિતાને મળવા કોનૂર આવ્યા હતા. તેમની સાથે સમર્થકોની ભીડ અને પોલીસ સુરક્ષા પણ હતી પરંતુ માતા-પિતાએ શાંતિથી દીકરાનું સ્વાગત કર્યું. તે પોતાના દીકરાની સફળતાથી ખુશ છે, પરંતુ સ્વતંત્ર રહેવા માંગે છે. પાંચ વર્ષ પહેલા તેમના નાના દીકરાનું મૃત્યુ થઈ ગયુ હતું, ત્યારથી તે વહુ અને બાળકોની જવાબદારી સંભાળી રહ્યા છે.

મુરુગનના પિતાના જણાવ્યા અનુસાર, તે ભણવામાં ઘણાં હોશિયાર હતા. ચેન્નાઈની આંબેડકર લૉ કોલેજમાં દીકરાના અભ્યાસ માટે લોગનાથનના મિત્રો પાસેથી ઉધાર પૈસા લેવા પડ્યા હતા. વરુદમ્મલે કહ્યું કે, અમે ક્યારેક ક્યારેક ચેન્નાઈ જઈએ છીએ અને ચાર દિવસ તેની સાથે રહીએ છીએ. અમે તેના વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં સેટ નથી થઈ શકતા. માટે અમને કૌનુર પાછા આવી જવું જ યોગ્ય લાગ્યું. મુરુગને કેન્દ્રીય મંત્રીમંડળમાં શામેલ થયા પછી પોતાના માતા-પિતા સાથે ફોન પર વાત કરી હતી.

ગામમા રહેતા વાસુ શ્રીનિવાસન જણાવે છે કે, કોરોનાને કારણે રાજ્ય સરકાર તરફથી જ્યારે રાશન વહેંચવામાં આવી રહ્યુ હતું ત્યારે લોગનાથન લાઈનમાં ઉભા હતા. લોકોએ તેમને કહ્યું કે લાઈન તોડીને આગળ જતા રહો પરંતુ તેઓ લાઈનમાં જ ઉભા રહ્યા. બન્ને પોતાની સાદગી માટે ઓળખાય છે. તેમની પાસે જમીનનો એક નાનો ટુકડો પણ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો