શ્રમિકે રસ્તામાંંથી મળેલા 10 લાખ રૂપિયા પરત કરી દીધા, મૂળ માલિકે એવી ભેટ આપી કે રાતો રાત તેની કિસ્મત પલટાઈ ગઈ

પીપવોદ વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા એક વ્યક્તિના 10 લાખ રૂપિયા પડી ગયાં હતાં. આ રૂપિયા સાડીની દુકાનમાં નોકરી કરતાં મૂળ બિહારના યુવકને ચા પીવા જતી વખતે મળ્યાં હતાં. જેથી શ્રમિકે તેના મેનેજરને પણ જાણ કરી હતી. જો કે, પોલીસે સીસીટીવીની મદદથી શ્રમિકને શોધ્યો અને તેણે રૂપિયા પરત આપવા હતાં. પરંતુ કોઈ મળતું નહોતું એટલે પોલીસે મૂળ માલિકને જાણ કરતાં તેઓએ રૂપિયા પોતાના હોવાનું સ્વિકારતાં પોલીસ સ્ટેશનમાં જ રૂપિયા પરત આપવાનું માનવતાનું કામ થયું હતું.

લોન ભરવા કરતાં માનવતાં દાખવી

મૂળ બિહારના વતની દિલીપ પોદ્દારને 10 લાખ રૂપિયા અઠવાલાઈન્સ ખાતેથી મળ્યાં હતાં. આ રૂપિયા તેના માટે ખૂબ જ મહત્વના હતાં. મજૂરી કરવાની સાથે દીકરો ઉચ્ચ અભ્યાસ કરતો હોવાથી તેના માટે લોન લીધી હતી. 10 લાખ રૂપિયા લઈને વતન બિહાર જતા રહેવાનો સમય પણ મળ્યો હતો. જો કે, તેણે માનવતાં દર્શાવી અને નોકરીના સ્થળે મેનેજરને જાણ કરી અને પોલીસને પણ સત્ય હકીકત જણાવી હતી.

સુરતમાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિકે મળેલા 10 લાખ પોલીસની મદદથી પરત કર્યા

પોલીસના હાથે મળ્યું ઈનામ

પોલીસે રૂપિયા મળતાં મૂળ માલિકને પણ શોધી લાવ્યાં હતાં. જેના દસ લાખ હતા તેના ઘરમાં પ્રસંગે હોવાથી રૂપિયા એકઠાં કર્યાં હતાં. અને તે ખોવાઈ જતાં તેઓ ચિંતામા મુકાયાં હતાં. પરંતુ પોલીસે સામેથી સંપર્ક કરીને રૂપિયા અપાવતાં તેમણે પણ ઉદારતા દાખવીને દિલીપ પોદ્દારની ઈમાનદારીનું સન્માન કરતાં પીઆઈ કે.આઈ.ગઢવીના હસ્તે તેને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પહેલો વિચાર મને એ જ આવ્યો કે જેના હોય તેને મળવા જોઇએ

દિલીપ પોદ્દારે કહ્યું કે જ્યારે મને આ રકમ મળી ત્યારે સૌથી પહેલા મને એ જ વિચાર આવ્યો હતો કે જે વ્યક્તિની રકમ હોય તેને પરત આપવી જ જોઈએ. આ રકમ લઇને ઘરે જવાના બદલે હું મારા શો રૂમ પર ગયો અને ત્યાં મેનેજરને વાત કરી. રકમ મૂળ માલિકને પરત કર્યાનો મને આનંદ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો