પતિના મોત બાદ ખાવાના પણ પડી ગયા હતા ફાંફા, મોતના 4 મહિના પહેલા મોટું કામ કરી ગયો હતો પતિ, એ અચાનક યાદ આવતા પત્ની પહોંચી ગઈ બેન્ક

જિંદગીમાં ક્યારેય એવા અણઘાર્યાં વળાંક આવે છે કે બધું જ અદ્ધરતાલ રહી જાય છે અને પરિવારમાં પાછળ રહેલા લોકો રઝડી પડે છે. મઘ્યપ્રદેશના શિવપુરીમાં કોલારસના ખોંકર ગામમાં શ્રમિક ભગીરથના આકસ્મિક અકસ્માતમાં થયેલા મોતના કારણે તેના પરિવારની પણ કંઇક આવી જ હાલત થઇ.

ભગીરથનાનું રોડ અકસ્માતમાં મોત થઇ ગયું. પતિના મોત બાદ પત્નીની આર્થિક સ્થિત લથડી પડી. ખાવાના પણ ફાંફાં થઇ ગયા. બળબળતા તાપમાં ચાલતા હોય અને અચાનક કોઇ શીતળ છાંયડો મળી જાય તો કેટલો હાશકાર થાય તે તો એક નિરાશ પથિક જ સમજી શકે, આ મહિલાની સાથે પણ કંઇક આવું જ થયું. એક તેને યાદ આવ્યું કે પતિએ બેન્કમાં 500 રૂપિયામાં તેનો વ્યક્તિગત વીમો કરાવ્યો હતો. પત્ની બેન્ક પહોંચી અને અધિકારીઓને આ સંબંધે વાતચીત કરી. મહિલાની સુઝબુઝ કામ આવી. એસબીઆઇ શાખાએ શુક્રવારે મહિલાને બોલાવી. બેન્ક અધિકારીઓએ મહિલાને 10 લાખ રૂપિયાનો ક્લેમ રકમનો ચેક આપ્યો.

મોતના 4 મહિના પહેલા મોટું કામ કરી ગયો હતો પતિ, મહિલાને મળ્યો 10 લાખનો ચેક

મળતી માહિતી મુજબ ભાગીરથ પરિહારને ટ્રકને ટક્કર મારી દીધી હતી. તેના કારણે તેનું મોત થઇ ગયું હતું અને બાળકો અને પત્ની પર દુ:ખનો પહાડ તૂટી પડયો હતો. જો કે દુ:ખની આ ઘડીમાં અચાનક તેને યાદ આવ્યું કે, તેના પતિએ તેમનો વ્યક્તિગત વીમો કરાવ્યો હતો. શશિ પતિની પાસબુક અને અન્ય ડોક્યુમેન્ટસ લઈને એસબીઆઇ શાખા પહોંચી. બેન્કમાં જઈને પત્નીએ પતિના મોતની જાણકારી અને વ્યક્તિગત વીમો કર્યો હોવાની જાણકારી આપી. અધિકારીઓએ ડોક્યુમેન્ટના આધારે તપાસ કરી. તપાસ બાદ જાણવા મળ્યું કે ભગીરથે મોતના ચાર મહિના પહેલા 500 રૂપિયા વાર્ષિક યોજનામાં વ્યક્તિગત દુર્ઘટના વીમા કરાવ્યો હતો. નોમિનીમાં પત્નીનું નામ હોવાથી પત્નીને 10 લાખનો ચેક આપવામાં આવ્યો.

એસબીઆઇ શાખા કોલારસના પ્રબંધક રાજેશ કુમારે જણાવ્યું કે, ભાગીરથ દ્વારા તેમના ખાતામાં 500નો વ્યક્તિગત દુર્ઘટના વીમો કરાવ્યો હતો. મહિલાએ આવીને સંપર્ક કર્યો. તો તેમણે 27 ફેબ્રુઆરીએ તેમના વીમાની ક્લેમની ફાઇનલ કમ્પલિટ કરી લીધી હતી. ઔપચારિકતા પૂર્ણ થયા બાદ શુક્રવારે મહિલાને બેન્ક બોલાવીને ચેક આપવામાં આવ્યો છે. તેમણે બીજા લોકોને પણ જણાવ્યું કે, 500 રૂપિયાની પ્રિમિયમ રાશિ પર દસ લાખ રૂપિયા અને એક હજારની પ્રિમિયમ રાશિ પર વીસ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમા ક્લેમ આપે છે.

મહિલાએ જણાવ્યું કે, બાળકોના અભ્યાસ અને પાલન પોષણ માટે ખર્ચ કરશું

– મૃતકની પત્ની શશિએ જણાવ્યું કે, પતિ દ્રારા વીમો કરાવ્યો હોવાથી કપરા સમયમાં આર્થિક મદદ મળી રહી છે. વીમાની મળેલી રકમમાંથી 8,12, અને 13 વર્ષિય બાળકોના અભ્યાસ અને તેના પાલન પોષણમાં ખર્ચ કરીશ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો