શિવલિંગ વિશે ખાસ જાણવા જેવું તથ્ય અને તેની પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય જાણો

શિવ આ સૃષ્ટીના અધિકર્તા છે. તે સંહારક છે અને સર્જનહાર પણ. સંપૂર્ણ બ્રહ્માંડમાં શિવ વ્યાપેલા છે. આ બ્રહ્માંડ ॐની ધ્વનીમાં લીન થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં શિવની પૂજાનું જેટલું મહત્વ છે તેટલું જ શિવને આરાધ્ય માનીને તેમાં શ્રાદ્ધા રાખવામાં પણ છે. આવો આજે જાણીએ શિવલિંગનું એક એવુ રહસ્ય જેને જાણીને તમને આશ્ચર્ય થશે કે શિવની સૃષ્ટીનો વિસ્તાર કેવો વ્યાપક છે.

તમે બધાએ શિવલિંગની પૂજા કરી હશે. શ્રાવણ માસમાં તમે રોજ શિવલિંગના દર્શન પણ કરશો અને પૂજા પણ, પરંતુ અમે તમને શિવલિંગ વિશે આજે ખાસ વાત જણાવીશું.

શિવલિંગના ત્રણ ભાગ હોય છે. પહેલો ભાગ જે નીચે અને ભૂમીગત રહે છે. મધ્ય ભાગમાં આઠે દિશાનું સમાન માપ હોય છે. અંતમાં તેનો શિર્ષ ભાગ, જે અંડા આકાર જેવો હોય છે જેની પૂજા કરવામાં આવે છે. આ શિવલિંગની ઉંચાઈ સંપૂર્ણ મંડલ કે પરિધના એક તૃતિયાંસ હોય છે. શિવલિંગ બે પ્રકારના હોય છે. પહેલુ આકાશીય અથવા ઉલ્કા શિવલિંગ અને બીજુ પારદ શિવલિંગ.

આ ત્રણ ભાગ બ્રહ્મા(નીચે), વિષ્ણુ(મધ્ય) અને શિવ (શિર્ષ)નું પ્રતિક છે. શિર્ષ પર જળાભિષેક થાય છે, જે નીચે બનાવેલ એક માર્ગમાંથી નીકળી જાય છે. શિવના માથા પર ત્રણ રેખા (ત્રિપુંડ) અને એક બિંદુ હોય છે, આ રેખાઓ શિવલિંગ પર સમાન રૂપથી અંકિત હોય છે.

તમામ મંદિરોના શિવલિંગ ગર્ભગૃહમાં ગોળાકાર આધાર વચ્ચે રાખવામાં આવેલુ હોય છે. પ્રાચિન ઋષિ અને મુનિયો દ્વારા બ્રહ્માંડના વૈજ્ઞાનિક રહસ્યને સમજીને આ સત્યને પ્રગટ કરવા માટે વિવિધ રૂપથી આનું સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.

કદાચ, તમને એવી ખબર હશે કે, દુનિયામાં શિવની પૂજા માત્ર હિંદૂ અને ભારતમાં જ થતી હોય છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે શિવલિંગની પૂજા ક્યાં-ક્યાં થાય છે.

પુરાતત્વ નિષ્કર્ષો અનુસાર, પ્રાચિન શહેર મેસોપોટેમિયા અને બેબીલોનમાં પણ શિવલિંગની પૂજા કરવાના સબૂત મળ્યા છે. આ સિવાય મોહે-જો-દડો અને હડપ્પાની વિકસિત સંસ્કૃતિમાં પણ શિવલિંગની પૂજા કરવાના પુરાતત્વિક અવશેષો મળ્યા છે.

સભ્યતાના આરંભમાં લોકોનું જીવન પશુઓ અને પ્રકૃતિ પર નિર્ભર હતું, જેથી તે પશુઓના સંરક્ષક દેવતાના રૂપે પશુપતિની પૂજા કરતા હતા. સૈંઘવ સભ્યતાથી પ્રાપ્ત એક સીલ પર ત્રણ મોંઢાવાળા એક પુરૂષને દેખાડવામાં આવ્યા છે, જેમની આસપાસ કેટલાએ પશુ છે. આને ભગવાન શિવનું પશુપતિનાથ રૂપ માનવામાં આવે છે.

ઈસાથી 2300-2150 વર્ષ પૂર્વ સુમેરિયા, 2000-400 વર્ષ પૂર્વ બેબિલોનિયા, 2000-250 ઈસા પૂર્વ ઈરાન, 2000-150 ઈસા પૂર્વ મિસ્ર(ઈજિપ્ત), 1450-500 ઈસા પૂર્વ અસીરિયા, 1450-150 ઈસા પૂર્વ ગ્રીસ(યૂનાન), 800-500 ઈસા પૂર્વ રોમની સભ્યતા હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો