શિંગાળા પરિવારનું આવકારદાયક પગલું: તાલાલામાં બહેનનાં લગ્નમાં બહેને જવતલ હોમ્યા

તાલાલામાં શિંગાળા પરિવારની પુત્રીનાં લગ્ન હોય કન્યાને કોઇ ભાઇ ન હોય જેથી નાની બહેને ભાઇ સ્વરૂપે લગ્ન વિધીમાં જવતલ હોમી અનોખો રાહ ચિંધ્યો હતો. તાલાલા ગ્રામ પંચાયતમાંથી સેવા નિવૃત થયેલ કેશુભાઇ શિંગાળાની પુત્રીનાં ગણેશ પાર્ટી પ્લોટમાં લગ્ન યોજાયેલ.

લગ્નમાં જવતલ હોમવા માટે ભાઇ ન હોય કન્યા ઉદાસ બનેલ. ત્યારે નાની બહેને ભાઇની જેમ ઉભા રહી જવતલ હોમી સમાજને અનોખી રાહ બતાવ્યો હતો. આ પ્રસંગે પાર્ટી પ્લોટનાં સંચાલક લાલાભાઇ શિંગાળા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતાં. (તસવીર-જીતેન્દ્ર માંડવીયા)

બે બહેનોને ભાઇ ન હતો આથી મોટી બહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમી નવો રાહ ચીંધ્યો હતો

ડિગ્રીધારીઓ કરતાં સ્કિલ ધરાવતી વ્યક્તિઓની વધુ માંગ છે

પોરબંદર: આજની યુવાપેઢીમાં ખૂબ જ ક્ષમતા રહેલી છે અને આધુનિક ટેકનોલોજીની મદદથી તેને વિકસાવવી જરૂરી બની છે. ત્યારે જેનામાં ક્ષમતા, હોંશીયારી અને આવડત છે ત્યારે આવનારા યુગમાં તેને વધુ સારી સફળતા મળશે.

યુવાનોમાં સર્જનાત્મક શક્તિને યોગ્ય દિશા તરફ વાળવી જરૂરી બની છે તેવું પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ દ્વારા 2 દિવસીય યોજાયેલ છાત્રોમાં શૈક્ષણિક જાગૃતિ લાવવાના એજ્યુકેશનલ એક્સ્પો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણપ્રેમી ડો. વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું. વધુમાં એવું પણ કહ્યું હતું કે આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. આ યુગમાં આજની યુવાપેઢી ખૂબ જ જાગૃત છે.

આપણી પાસે આધુનિક શિક્ષણની બધી જ સવલતો છે. કે.જી. થી પી.જી. સુધીની ઉચ્ચ અભ્યાસની સગવડ છે. જેનામાં ક્ષમતા, હોંશીયારી, આવડત છે તેને આખી દુનિયા આવકારે છે તેવું જણાવી સૌ યુવક-યુવતીઓને શુભેચ્છા પાઠવી હતી. શાંતિબેન ઓડેદરાએ મંગલદીપ પ્રગટાવી કાર્યક્રમને ખૂલ્લો મૂકતા એવું કહ્યું હતું કે આધુનિક યુગમાં ડીગ્રીધારીઓ કરતા સ્કીલ ધરાવતી વ્યક્તિઓની વધુ માંગ છે ત્યારે આ એજ્યુકેશન એક્સ્પો ભાવિ પેઢી માટે ઉપકારક બની રહેશે. તેમણે યુવાપેઢીઓને હકારાત્મક અભિગમ દાખવી સૌ એ ભાગ લેનાર યુવક-યુવતીઓ અને કોલેજ સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો