શરદ પૂનમે 30 વર્ષ પછી ચંદ્ર-મંગળનો દ્રષ્ટિ સંબંધ યોગ બની રહ્યો છે, આ મહાલક્ષ્મી યોગ ખાસ રહેશે

આ વર્ષે શરદ પૂનમે એક ખાસ શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્ય પ્રઙુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે 13 ઓક્ટોબર, રવિવારે શરદ પૂનમે 30 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ચંદ્ર અને મંગળનો એકબીજા સાથે દ્રષ્ટિ સંબંધ બનવાથી સર્જાઈ રહ્યો છે. જેને મહાલક્ષ્મી યોગ કહેવામાં આવે છે. શરદ પૂનમે આ શુભ યોગ બનવાથી આ પર્વ વધુ ખાસ બની જશે.

આસો મહિનાની આ પૂનમને કોજાગરી પૂનમ પણ કહે છે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ દેવી લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને જે જાગીને દેવીની પૂજા કરતું હોય તેની ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ શરદ પૂનમે મહાલક્ષ્મી યોગમાં દેવીની પૂજા કરવાનું સૌભાગ્ય 30 વર્ષ પછી મળી રહ્યું છે. જેનાથી આ વર્ષે શરદ પૂર્ણિમાએ સ્વાસ્થ્યની સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો યોગ બની રહ્યો છે.

ગ્રહ-નક્ષત્રની સ્થિતિ-

આ વર્ષે શરદ પૂનમે ચંદ્ર મીન રાશિ અને મંગળ કન્યા રાશિમાં રહેશે. આ પ્રકારે બંને ગ્રહ સામ-સામે રહેશે. તો મંગળ હસ્ત નક્ષત્રમાં રહેશે. જે ચંદ્રના સ્વામિત્વવાળું નક્ષત્ર છે. આ પહેલા ગ્રહોની આવી સ્થિતિ 14 ઓક્ટોબર 1989માં બની હતી. જો કે 6 ઓક્ટોબર 2006 અને 20 ઓક્ટોબર 2002માં પણ ચંદ્ર અને મંગળનો દ્રષ્ટિ સંબંધ બન્યો હતો, પરંતુ મંગળ, ચંદ્રના નક્ષત્રમાં ન હતો. તે સિવાય ચંદ્ર પર બૃહસ્પતિની દ્રષ્ટિ પણ પડવાથી ગજકેસરી નામનો એક બીજો શુભ યોગ પણ બની રહ્યો છે.

મહત્વપૂર્ણ કામ કરવાનો દિવસ-

પં. પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે પૂર્ણા તિથિ અને મહાલક્ષ્મી યોગ બનવાથી શરદ પૂનમ ઉપર ખરીદી અને નવું કામ શરૂ કરવાનો શુભ યોગ રહેશે. આ શુભ સંયોગમાં પ્રોપર્ટી, રોકાણ અને મહત્વપૂર્ણ લેન-દેન કરવાથી ધનલાભ થવાની સંભાવના વધી જશે. જોબ અને બિઝનેસ કરનાર લોકો માટે આખો દિવસ ફાયદાકારક રહેશે. સાથે જ સેવિંગ પણ વધશે. આ દિવસે હોદ્દો ગ્રહણ કરવો કે નવી જવાબદારી લેવાનું પણ શુભ રહેશે. આ દિવસે કરવામાં આવેલાં કામ લાંબા સમય સુધી ફાયદો આપનારા રહેશે.

શરદ પૂનમે શું કરવું-

  • આ પૂનમે ગ્રહણ કરવામાં આવેલી ઔષધી ખૂબ જ ઝડપથી લાભ પહોંચાડે છે.
  • શરદ પૂનમે ચંદ્રના કિરણો પણ આપણને લાભ પહોંચાડે છે. એટલા માટે આ રાત્રે થોડીવાર ચંદ્રની ચાંદનીમાં બેસવું જોઈએ. એમ કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે અને તણાવ દૂર થાય છે.
  • શરદ પૂનમની રાત્રે ઘરની બહાર દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં હકારાત્મકતા વધે છે.
  • શરદ પૂનમની રાત્રે ચંદ્રને ખુલ્લી આંખેથી જોવો જોઈએ. કારણ કે એમ કરવાથી આંખોની સમસ્યા દૂર થાય છે.
  • આખો દિવસ વ્રત રાખો અને પૂનમની રાત્રે જાગરણ કરો. વ્રત કરનારને ચંદ્રને અર્ધ્ય આપ્યાપછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો