નારી શક્તિ: પતિ 21 વર્ષ પહેલા તરછોડી ગયો, 4 માસ પહેલા સંતાનનું નિધન થયુ તો ય હિંમત ન હારી, સ્વમાનભેર ભરૂચની આ મહિલા ચલાવે છે રિક્ષા

કોઈકે સાચું જ કહ્યું છે કે, ‘જબ હૈ નારી મે શક્તિ સારી, તો કયોં કહે ઉસે બેચારી.’ વર્તમાન સમયમાં મહિલાઓ કોઈના પર નિર્ભર નથી રહેતી તેવા અનેક કિસ્સાઓ આપણે આપણી આસપાસ જોઇએ છીએ. મહિલાઓ ધારે તો વિમાન અને ફાઇટર પ્લેન પણ ઉડાવી જાણે છે. ત્યારે આજે આપણે ભરૂચની સ્વમાની મહિલાની વાત કરવાના છે. ભરૂચની એક મહિલા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવે છે. તેમનો પતિ તેમને બાળકનાં બે વર્ષ બાદ છોડીને જતો રહ્યો છે. વર્ષોથી આ મહિલા પોતાના કેન્સરગ્રસ્ત સંતાનનું એકલે હાથે ભરણપોષણ કરતા હતા. પરંતુ ચાર મહિના પહેલા જ તેમના સંતાનનું દુખદ અવસાન થયું છે. તેઓ 21 વર્ષથી પોતાના માતા પિતા સાથે જ રહે છે.

સંતાનના અવસાન બાદ તેઓ જ્યાં કામ કરતા હતા ત્યાંથી પણ એમને કામ પર આવવાની ના પાડી દીધી હતી. એટલે એમની પાસે આવકનું કોઇ સાધન ન હતું. જેથી તેમણે ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું છે.

ક્રિસ્ટીના જ્યોર્જ ભરૂચના મુક્તિ નગર ખાતે રહે છે. ક્રિસ્ટીનાબહેનના લગ્ન 21 વર્ષ પહેલા થયા હતા. પરંતુ લગ્નના બે જ વર્ષ બાદ તેઓના પતિ અન્ય સ્ત્રીના કારણે તેઓને તરછોડીને ચાલ્યા ગયા. ક્રિસ્ટીનાએ ત્યારેથી પોતાના નાના દીકરાની સાર સંભાળ શરુ કરી. નોકરી કરી ગુજરાન ચલાવવા માંડી. પરંતુ સમય વીતતો ગયો તેમ ખબર પડી કે તેના દીકરાને કેન્સર છે. એક તરફ પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી તો બીજી તરફ કેન્સરગ્રસ્ત દીકરાની સારવારની જવાબદારી તેના શિર પર આવી ચઢી.

જેમ તેમ કરીને ક્રિસ્ટીના પુત્રનો ઈલાજ કરતી રહી પરંતુ 21 વર્ષની વયે તેમના પુત્રે પણ અંતિમ શ્વાસ લીધો. પુત્રના નિધન બાદ ક્રિસ્ટીનાની નોકરી છૂટી ગઈ અને ગુજરાન ચલાવાની મોટી મુશ્કેલી આવી પડી. પોતાના માતા પિતા સાથે રહેતી ક્રિસ્ટીના કોઈકાળે હાર માને એમ ના હતી. તેમણે રીક્ષા ખરીદી લીધી. કોઈપણ કામ નાનું નથી હોતું અને કોઈપણ કામ અશક્ય નથી હોતું. તેમ મનમાં ધારીને ક્રિસ્ટીના હાલમાં આત્મનિર્ભર બની છે. પેટીયુ રળવા માટે ક્રિસ્ટીના ભરૂચના રસ્તાઓ ઉપર રિક્ષા ચાલવી રહી છે. સશક્ત નારી થકી જ સમાજ પણ સશક્ત બની શકે છે તેનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો