એવું કામ કરો જેમાં વહેલા જવાનું અને મોડા આવવાનું મન થાય : સવજી ધોળકિયા

સફળતાની ચાવી માત્ર મારી પાસે નથી તમારા બધા પાસે છે. માથુ દુખતુ હોય, આળસ ચડતી હોય, ટકાવરી ન આવતી હોય, ઘરમાં કોઇ માનતુ ન હોય, બિમારી રહેતી હોય, ઉંઘ ન આવતી હોય, આ બધા જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન છે. મોબાઇલને 7 વાર માથા પરથી ઉતારીને હોળીમાં નાખી દો.

મોબાઇલને જો તમે સારા કામ માટે વાપરશો તો એનાંથી તમને દુનિયાની બધી જ માહિતી મળશે, પણ વોટ્સએપ પર પંચાત કરવા અને પબજી પાછળ ટાઇમ વેસ્ટ કરવા વાપરશો તો પબજી ભૂકા કાઢી નાખશે. સફળ થવા માટે મહેનત સિવાય કોઈ રસ્તો નથી. મહેનત કરશો એટલે તમને સફળ થતાં કોઈ નહીં રોકી શકે.’ સ્વામિનારાયણ મંદિર વેડરોડ દ્વારા પાંચમાં યુવા અધિવેશન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વાત સવજી ધોળકિયાએ કહી હતી.

ઊંઘ ન આવતી હોય અને માથુ દુખે તો ફોનને માથા પર 7 વખત ઉતારી ફેંકી દો

એવું કામ કરો જેમાં વહેલા જવાનું અને મોડા આવવાનું મન થાય : સવજી ધોળકિયા

હંમેશા એવુ કામ પસંદ કરો કે, જેમાં વહેલાં જવાનું અને ઘરે મોડા આવવાનું મન થાય.સફળતા માટે ઘણી વાત સાંભળવામાં સારી લાગે છે, ઉતારવા માટે જિંદગી વીતી જાય છે. હું પોતે સાડા બાર રૂપિયાની ટિકિટ ખર્ચી સુરત આવ્યો હતો અને ચોક બજાર ચાલીને જતો અને ચાલીને પાછો આવતો. તમને કોઇપણ એક માસ્ટરી હોવી જોઇએ જેનાથી લોકો તમને બોલાવવામાં આવે. જેનાં માટે આપણે પોતે પોતાની તાકાત જાણવી જરૂરી છે.

તમારો શોખ શું છે? તમને જેમાં રસ હોય તે જ ફિલ્ડમાં મન લગાવીને કામ કરતો. તમને જેમાં રસ ન હોય તે કામ ક્યારેય પણ સ્વિકારો નહીં. ધંધો એવો કરો જેમાં સવારે વહેલા જવાનું અને રાત્રે મોડા આવવાનું મન થાય. પણ લોક પસંદગીમાં જ માર ખાય છે.

1988માં જ્યારે હું પહેલી વાર એન્ટ્રોપ ગયો હતો ત્યારે 10 લાખ રૂપિયાની ખરીદી માટે 4 લાખ રૂપિયા એડ્વાન્સ ભરવાનાં હતા, 3 લાખ મારી પાસે હતા અને બીજા એક લાખ આમ તેમથી લીધા અને 3 ભાગીદારો પછી એન્ટ્રોપ ગયા અને ત્યાંથી 10 લાખનાં હિરા ખરીદીને લાવ્યા, ત્યાં પણ એ વખતે લોકો વાત કરતા હતા કે, ‘આ ધંધામાં કંઇ લેવાનું નથી.’ હવે જ્યારે મારા છોકરા હીરા લેવા જાય છે ત્યારે ત્યાંથી આવી મને વાત કરે છે કે, ‘પપ્પા આ ધંધામાં હવે કંઇ રહ્યું નથી, માર્કેટની હાલત બહુ ખરાબ છે.’ ત્યારે હું એમને જવાબ આપુ છું કે આ વાત અમારા સમયથી ચાલતી આવે છે.

લોકો તો 1988 થી કહે છે કે માર્કેટની હાલત ખરાબ છે તો આપણે કમાયા શેમાંથી. એ ડેટા મગજમાંથી કાઢજો કે અત્યારે કંઇ લેવાનું નથી, બસ એટલુ યાદ રાખજો કે અત્યાર જેવું ક્યારેય હશે નહીં. ફોન સારી વસ્તુ છે પણ કારણ વગરનો ઉપયોગ થઇ રહ્યો છે માટે મોબાઇલ આજનાં સમયમાં ઝેર બની ગયો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો