સવજીભાઈ ધોળકીયાએ 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓને આપી મર્સિડિઝ કારની ભેટ

કર્મચારીઓને ભેટમાં કાર, લક્ઝુરિયસ જ્વેલરી અને મકાન ભેટમાં આપવા માટે જાણીતી હરીકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા પોતાના કર્મચારીઓને ભેટમાં મોંઘી લક્ઝુરિયસ મર્સિડિઝ કાર આપવામાં આવી છે. કંપનીમાં 25 વર્ષ પૂર્ણ કરનાર ત્રણ મેનેજરોને ભેટમાં કંપની દ્વારા મર્સિડિઝ કાર આપવામાં આવી છે. આ તબક્કે મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કર્મચારીઓને કાર આપવાની સાથે જ મૃતક કર્મચારીને એક કરોડ રૂપિયાની સહાય પણ આપવામાં આવી હતી.

વિશ્વાસુ કર્મચારીઓને બિરદાવાયાઃ સવજીભાઈ

ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, કંપનીમાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતાં વિશ્વાસુ અને વફાદાર કર્મચારીઓનું સન્માન કરીને તેમને બિરદાવવામાં આવ્યાં છે. ત્રણેય કર્મચારીઓને કંપની દ્વારા મર્સિડિઝ કાર આપવામાં આવી છે. સવજીભાઈએ વધુમાં ઉમેર્યુ હતું કે મને શોખ છે કાર આપવાનો અને એમાં મને આનંદ મળે છે.

આ ત્રણ કર્મચારીઓને મળી કાર

મહેશ ચાંદપરા, મુકેશ ચાંદપરા અને નિલેશ જાડા નામના ત્રણેય કર્મચારીઓને મર્સિડિઝ કાર આપવામાં આવી હતી. કંપનીના ત્રણેય કર્મચારીઓને તેમના પરિવારજનોની હાજરીમાં કાર આપવામાં આવી હતી.

અગાઉ અપાઈ હતી કંપની દ્વારા મોંઘી ભેટ

અગાઉ પણ હરેકૃષ્ણ કંપની દ્વારા પોતાના કર્મચારીઓને બિરદાવતાં લક્ઝુરિયસ કાર, જ્વેલરી અને મકાન આપવામાં આવ્યાં હતાં. આ અંગે કંપનીના કર્મચારીઓએ જણાવ્યુંહતું કે, કર્મચારીઓના લોયલ્ટી પ્રોગ્રામ અંતર્ગત કર્મચારીઓને દિવાળી પર ભેટ આપવામાં આવતી હોય છે.

ગત વર્ષ કર્મચારીઓને અપાઈ હતી હેલ્મેટ

ગતવર્ષ હરેકૃષ્ણ કંપની દ્વારા તમામ કર્મચારીઓને તથા તેમના પરિવારજનોને હેલ્મેટ આપવામાં આવી હતી. કારણ કે અકસ્માતના બનાવોમાં એક કર્મચારીના મોત બાદ કંપની દ્વારા નક્કી કરાયું હતું કે, અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાથી મોત થાય છે. જેથી કંપની દ્વારા ગત વર્ષે દિવાળીમાં હેલ્મેટ આપવામાં આવી હતી.

કંપનીનું છે હાઈએસ્ટ ટર્ન ઓવર

જુલાઈ મહિનામાં યોજાયેલા જીજેઈપીસી એવોર્ડ સમારંભમાં કંપનીને સતત પંદરમાં વર્ષે હાઈએસ્ટ ટર્નઓવરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટ સુરેશ પ્રભુના હસ્તે એચકે ડાયમંડને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો