સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ,યુવક યુવતી વેવીશાળ પસંદગી મેળો લગ્નસેતુ-૨૦૧૮, જાણો વિશેષ …

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ – નવરંગપુરા

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ / સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના લગ્નોત્સુક યુવક-યુવતી વેવીશાળ પસંદગી મેલો લગ્નસેતુ-૨૦૧૮ ભાગ લેવા અપીલ

આપના સમાજની મુખ્ય સમસ્યા પોતાના દીકરા-દીકરી માટે યોગ્ય પાત્ર શોધવાની છે. આજે કોઈ ની પાસે સમય નથી એવી પરિસ્થિતિમાં આપના દીકરા-દીકરીઓ માટે યોગ્ય પાત્રની શોધ કોણ કરશે ? સ્વજનો આ માટે આપણી મદદે આવ્યા છીએ

હાલ ની પરિસ્થિતિમાં સમાજમાં યોગ્ય જીવનસાથીની શોધ એ સાંપ્રત સમસ્યા છે. પરમેશ્વર જોડી બનાવીને મોકલે છે, પરંતુ એમનું સરનામું શોધતા સમય વહી જાય છે. અમે આ સરનામું શોધવામાં મદદરૂપ બનવા તેમજ જીવનસાથી વિશેની કઠીન સમસ્યાના ઉકેલ માટે પાયાની માહિતી લોકોને પૂરી પડવાનું માધ્યમ બની મદદરૂપ થવાના ઉદ્દેશથી લગ્નસેતુ થકી આ કાર્ય કરી રહ્યા છીએ અને આપ સૌનાં સંતાનો વેવિશાળ પસંદગી મેળા દ્વારા તકો ઉભી કરી રહ્યા છીએ. આપ સૌએ આ પસંદગી મેળામાં ભાગ લેવા આપના દીકરા-દીકરીઓને લઈને આવવાનું છે. આપના સગા-સબંધી અને સ્નેહીમિત્રોને પણ આ સાથેના ફોર્મની ઝેરોક્ષ કરાવી અને ભરાવડાવી પસંદગી મેળા માં સામેલ થવા આગ્રહ કરવાનો છે. આ બાબતે સંકુચિત ભાવનામાંથી બહાર આવવું જરૂરી છે.

આ માટે આ સાથે મોકલાવેલ રજીસ્ટ્રેશન ફોર્મ પૂરી વિગતો સાથે ભરી રજીસ્ટ્રેશન કરવો. તે માટે આપશ્રીને આ ફોર્મ સાથે રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.૭૦૦.૦૦ રોકડા / ચેક અથવા ડિમન્ડ ડ્રાફ્ટ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ, નવરંગપુરા ના નામે ઉપરના સરનામે અચૂક મોકલી આપવાના જરૂરી છે. જુન-૨૦૧૮નાં  કોઈ એક રવિવાર ના રોજ અમદાવાદ ખાતે. સવારના ૯.૦૦ કલાકથી બપોરના ૧.૩૦ કલાક દરમ્યાન યોજવામાં આવશે. તે માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તા.૧૫.૦૫.૨૦૧૮ રાખેલ છે. તે પછી આવેલ ફોર્મ ધ્યાનમાં લઇ શકાશે નહિ જેની ખાસ નોંધ લેવી.

દરેક સમાજ-સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, હોદ્દેદારશ્રીઓને ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે આ સમાજના આગામી પસંદગી મેળાની બહોળી પ્રસિદ્ધી કરી આ સાથે મોકલાવેલ ફોર્મની વધુ ઝેરોક્ષ કરાવી પસંદગી મેળામાં ભાગ લેવા ઉત્સુક દરેકને મોકલી અમારા આ સેવાકાર્યમાં સહભાગી થવા વિનંતી.

પસંદગી મેળામાં ભાગ લેવા માટેના નિયમો

૧. આપ સૌને વિનંતી છે કે આ ફોર્મ પુરેપુરી વિગત સાથે વાંચી શકાય તેવા સુવાચ્ય આક્ષ્રરોમાં ભરી તથા પાસપોર્ટ સાઈઝ ૩.૫*૩.૫ સે.મી . ના બે (લેટેસ્ટ) કલર ફોટા ફોર્મની સાથે મોકલી આપશો. (ફોટા પાછલ નામ લખવું)

૨.જન્મ તારીખના પુરાવા માટે જન્મ તારીખનો દાખલો અથવા શાળાના લીવીંગ સર્ટિની નકલ મોકલવી ફરજીયાત છે.

૩.અભ્યાસના પુરાવા માટે ઉમેદવારની છેલ્લા વર્ષની માર્કશીટની નકલ અથવા ડીગ્રી પ્રમાણપત્ર જરૂરી છે.

૪.પસંદગી મેળાની રજીસ્ટ્રેશન ફી રૂ.૭૦૦.૦૦ ( રૂપિયા સાતસો રોકડેથી (રૂબરૂ) કે ચેક થી ડિમાન્ડ ડ્રાફ્ટ,  સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ – નવરંગપુરાના નામે ફોર્મ સાથે જ મોકી આપવા વિનંતી છે.

૫. આ રજીસ્ટ્રેશન ફોર્મ તા.૧૫.૦૫.૨૦૧૮ સુધીમાં મોકલી આપવું જરૂરી છે.

૬.આ રજીસ્ટ્રેશન ભાગ લેનાર યુવકની મીનીમમ  લાયકાત ધોરણ ૧૨ પાસ હોવી જોઈએ અને યુવતીની મીનીમમ લાયકાત ધોરણ ૧૦ પાસ હોવી જરૂરી છે.

૭.ધોરણ ૧૦, ૧૧ પાસ યુવક ઉમેદવાર ફોર્મ ભરી શકશે, તેમની વિગત ડિરેક્ટરીમાં છપાશે આ પસંદગી મેળામાં ભાગ લઇ શકશે નહિ .

ખાસ નોંધ :

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ – નવરંગપુરાના કાર્યાલય ઉપરોક્ત નીચેના સરનામાં  ઉપર પણ ફોર્મ અને ફી આપવા માટેની વ્યવસ્થા કરેલ છે.

બાપુનગર = હરદાસબાપુનીવાડી, ભીડભંજન રોડ

મણીનગર સૌરાષ્ટ્ર પટેલ સમાજ, ઇસનપુર રોડ. ફોન:૨૫૪૩૫૦૦૨

નિકોલ = સૌરાષ્ટ્ર પટેલ સમાજ , ભક્તિ સર્કલ

વડોદરા = સૌરાષ્ટ્ર પટેલ સમાજ, ગોરવા ઈન્ડ. નાકા, એલેમ્બિક રોડ

સુરત = સૌરાષ્ટ્ર પટેલ સમાજ, સુપર ડાયમંડ માર્કેટ, વરાછા રોડ

ગાંધીનગર = સૌરાષ્ટ્ર પટેલ સમાજ, સેક્ટર-૭

ભાવનગર = સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ, યુનીવર્સીટી રોડ

રાજકોટ = સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ન્યુ માયાની નગર, મવડી મેઈન રોડ, ફોન: (૦૨૮૧) ૨૩૬૫૦૯૯

પાટણ = રમેશભાઈ પટેલ મો:-૯૮૨૫૧૫૧૧૩૦

વધુ વિગત માટે :-

મો – ૯૮૭૯૬૫૭૦૦૭, ૯૯૯૮૮૮૦૯૯૦, ૯૭૨૩૩૩૬૪૮૨

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો