ધાર્મિક એકતા અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું અનોખું દ્રષ્ટાંત, એક મુસ્લિમ વ્યક્તિ કરે છે રામ મંદિરની સાફ-સફાઈ

બેંગલુરુમાં ધાર્મિક એકતા અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું અનોખું દ્રષ્ટાંત સામે આવ્યું છે. અહીં સદ્દામ હુસૈન નામનો 27 વર્ષનો મુસ્લિમ યુવક રામ મંદિરની છેલ્લા ત્રણ વર્ષથી સાફ-સફાઇ અને દેખરેખ રાખી રહ્યો છે. આ રામ મંદિર બેંગલુરુના રાજાજીનગરમાં આવેલું છે.

સદ્દામ હુસૈને શું કહ્યું?

વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે, ‘મને મંદિરની સાફ-સફાઈ કરવી બહુ ગમે છે. મારા કામના અહીંયા દરેક જણ વખાણ કરે છે. હું છેલ્લા 2-3 વર્ષથી કામ કરી રહ્યો છું.’ ટ્વિટર પર સદ્દામની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. અત્યાર સુધી આ ટ્વીટને 5 હજાર વખતથી વધારે લાઈક્સ, 1 હજારથી વધારે રિ-ટ્વીટ્સ મળી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું- ‘એક સાચા ભારતીયનો સ્વભાવ. એક સારો વ્યક્તિ જે રાષ્ટ્ર, પરિવાર અને સમાજની સેવા કરવા માગે છે. પ્રેમ અને માનવતા ફેલાવવી પણ…’

આ રામ મંદિરની કમિટીના એક હોદ્દેદાર વેંકટેશ બાબૂએ જણાવ્યું, ‘સદ્દામ 18 વર્ષથી મારી સાથે મારી દુકાન પર કામ કરી રહ્યો છે. જ્યારે મને મંદિર કમિટીમાં હોદ્દેદાર તરીકે પસંદ કરવામાં આવ્યો તો મેં તેને મંદિરને ચોખ્ખું રાખવાની જવાબદારી સોંપી દીધી. તે દર વર્ષે રામનવમી પહેલા અહીંયા આવે છે અને મંદિરની સાફ-સફાઈ કરે છે.’ આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ‘આ વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોઈ વિવાદ નથી. અમે બધા હળીમળીને રહીએ છીએ. આ માત્ર એક રાજકીય મુદ્દો છે, પણ સામાન્ય નાગરિક તો હળીમળીને જ રહેવા માંગે છે.’

પરિવાર પણ સદ્દામના કામના વખાણ કરે છે

સદ્દામ હુસૈન ખુદને હિંદુ-મુસ્લિમ વિવાદથી દૂર રાખે છે. તેણે જણાવ્યું, ‘હું જન્મથી એક મુસ્લિમ છું અને મંદિરમાં 3 વર્ષથી કામ કરી રહ્યો છું. મને આ કામ કરવું ગમે છે અને માનસિક શાંતિ મળે છે. હું મંદિરની બધી જ સાફ-સફાઈની જવાબદારી સંભાળું છું. ક્યારેય કોઈએ તેનો વિરોધ કર્યો નથી.’ આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેમનો પરિવાર પણ તેમના આ કામના વખાણ કરે છે.

મંદિરનું નિર્માણ 1950ના દાયકામાં થયું હતું

આ મંદિરનું નિર્માણ 1950ના દાયકામાં થયું હતું. દર વર્ષની જેમ મંદિર 14 એપ્રિલના રોજ રામનવમી પ્રસંગે હજારો ભક્તોની મેજબાની કરશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો