સુરતના ઋગ્વેદ કાપડિયાનો જન્મના દિવસે જ પાસપોર્ટ તૈયાર, 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવવાનો દેશનો પહેલો કિસ્સો

સુરતના એક બાળકે જન્મ લીધાના દિવસે જ પાસપોર્ટ પ્રાપ્ત કરી લીધો હતો. બુધવારે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ ઋગ્વેદ આપી તાત્કાલિક મહાનગર પાલિકાના જન્મનોંધણી વિભાગમાંથી જન્મનો દાખલો મેળવવામાં આવ્યો હતો અને બાળકના પિતા પુરાવાઓ સાથે પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા અને તમામ પ્રક્રિયા પૂરી કરી પોતાના બાળકનો પાસપોર્ટ હાથોહાથ મેળવી લીધો હતો.

1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવવાનો દેશનો પહેલો કિસ્સો હોવાનો દાવો

બાળકના પિતાએ કહ્યું – લીમકા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ રેકોર્ડ માટે તેઓની ટીમનો સંપર્ક કરવાના પ્રયાસો શરુ કર્યા છે

ઋગ્વેદના પિતા મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે અમે આ બાબતે લીમકા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ રેકોર્ડનો સંપર્ક કરવાના પ્રયાસો શરુ કર્યા છે. અમારા ખ્યાલથી 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવી લેવાનો આ દેશનો પહેલો કિસ્સો છે. પ્રાપ્ત માહિતી મુજબ મનીષ કાપડિયા નામના વ્યક્તિના ઘરે બુધવારે પારણું બંધાયું હતું અને પુત્રનો જન્મ થયો હતો પિતાએ પોતાના પુત્રનો પાસપોર્ટ એ જ દિવસે બનાવી દેવા માટેની પૂર્વ તૈયારી કરી લીધી હોવાથી પુત્રનું ઋગ્વેદ નામકરણ કરી મનપામાંથી જન્મનો દાખલો કઢાવ્યો હતો.અને પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા અને પ્રક્રિયાઓ પુરી કરી પાસપોર્ટ મેળવી લીધો હતો. 1 દિવસના બાળકનો પાસપોર્ટ બન્યો હોય એવો ગુજરાતનો આ સંભવત પહેલો કિસ્સો છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

– 15 જ મિનિટમાં નામો-નિશાન નહીં રહે મચ્છરનું, રાત્રે સૂતાં પહેલાં કરો કપૂરનો આ 1 ઉપાય

– હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ

– કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ

– માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?

– રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો