પાલનપુરનાં રિક્ષા ચાલકની પ્રામાણિકતા, દાગીના અને રૂપિયા ભરેલો થેલો મુસાફર ભૂલી ગયા, તેણે ઇમાનદારીથી પરત કર્યો

પ્રમાણિકતા અને ઇમાનદારીના જૂજ કિસ્સાઓ હાલની સ્થિતિમાં જોવા મળતાં હોય છે. ત્યારે પાલનપુરના વિરમપુરના રીક્ષાચાલક લાલાભાઈ રબારીએ પ્રમાણિકતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની રીક્ષામાં બેઠેલા મુસાફર અબ્દુલ રઝાક પોતાનો દાગીના અને રૂપિયા ભરેલો થેલો ભૂલી ગયા હતા. જેમાં રીક્ષાચાલકે રોકડ અને દાગીના ભરેલો થેલો મૂળ માલિકને શોધીને પરત કરતા ઈમાનદારી અને પ્રમાણિકતા નિભાવનાર લોકો હજુ પણ જીવે છે તેની પ્રતીતિ કરાવી હતી.

દાંતાના અબ્દુલ ભાઈ પાલનપુર આવ્યા હતા:

પાલનપુરના ગુરુનાનક ચોકથી એરોમા સર્કલ સુધી લાલાભાઈ રબારીની રીક્ષામાં દાંતાના અબ્દુલ રઝાક બેઠા હતા. તેમાં દાગીના અને પૈસાનો થેલો એરોમા સર્કલ સુધી પહોંચતા જ પોતાનો થેલો ભુલીને ઉતરી ગયા હતા. ત્યારે મુસાફર થેલો ભૂલીને જતા રહેતા તેને શોધવા પ્રયત્ન કર્યો હતો.

દાંતાના અબ્દુલભાઈ પાલનપુરમાં લાલાભાઈ રબારીની રીક્ષામાં થેલો ભૂલી ગયા હતા.. રીક્ષાચાલકે નંબર શોધીને મૂળ માલિકને તેનો રોકડ અને દાગીના ભરેલો થેલો પાછો આપ્યો

પોલીસને જાણ કરી: 

અબ્દુલભાઈ રીક્ષામાં થેલો ભૂલી ગયા હોવાનું લાલાભાઈને ખબર પડતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. રીક્ષા ચાલકે અબ્દુલભાઇનો નંબર શોધી તેમને ફોન કર્યો અને પોલીસને જાણ કરી હતી. અબ્દુલ દાગીના અને રોકડ ભરેલી બેગ લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં રીક્ષાચાલક લાલાભાઈએ પોલીસની હાજરીમાં અબ્દુલભાઇને થેલો સોંપ્યો હતો. થેલો મળતાં માલિકે પણ પ્રામાણિકતા પર વારી જઈને રીક્ષાચાલક લાલાભાઈને ઈનામ આપ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો