મોરબીના પાટીદાર સમાજના પરિવાર દ્વારા લગ્નમાં અનોખી પહેલ, પ્રસંગમાં જમવામાં ભોજનનો બગાડ અટકાવવા પરિવારની ફિલ્મી ડાયલોગમાં વિનંતી

મોરબીના પાટીદાર સમાજમાં દીકરીના લગ્ન પ્રસંગે પરિવારજનો દ્વારા આમંત્રિત મહેમાનોને ભોજનનો બગાડ અટકાવવા ફિલ્મી સ્ટાઇલમાં અટકાવવામાં આવ્યા હતા. આ ઉપાય અત્યંત કારગત નીવડ્યો છે. મોરબીના મનસુખભાઈ મેવાની પુત્રી હેમાહીના લગ્ન અભિષેક સાથે નિર્ધારેલ હતા. કન્યા હેમાહીના ભાઈને આ પ્રસંગે અનાજનો બગાડ અટકાવવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર કુણાલભાઈ મેવાને એક પ્રસંગમાં સોલિડ વેસ્ટનું રીસાઈકલ કરતાં જોઈને આવ્યો હતો. જેને લઇને કૃણાલભાઈએ પાર્ટી પ્લોટમાં ડાઇનિંગ એરિયામાં 20 હોર્ડિંગ લગાવ્યા હતા. જેમાં ફિલ્મી ડાયલોગમાં ભોજનનો બગાડ અટકાવવા મહેમાનોને વિનંતી હતી.

ગઈકાલે 950 મહેમાનોનાં જમણવારમાં આ વિચાર ખુબ સફળ રહ્યો હતો અને 70 ટકા બગાડ અટક્યો હતો. જેને કારણે આજે 1400 મહેમાનોને પણ બંને પક્ષોએ બગાડ અટકાવતા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે મનસુખભાઈ મેવા, તેમના પત્ની, કુણાલભાઈ, તેમના પત્ની અને પુત્રી હેમાહીએ લગ્ન પ્રસંગે ચક્ષુદાનનો સંકલ્પ પણ કર્યો હતો.

અન્નનો બગાડ અટકાવવા ફિલ્મી ડાયલોગ

  •  બાબુ મોશાઈ, ખાને સે સિર્ફ અપના પેટ ભરના ચાહિએ, કચરે કે ડિબ્બે કા નહીં
  •  સાફ થાલી, મોગેમ્બો ખુશ હુઆ
  •  થપ્પડ સે ડર નહી લગતા સાહબ, બચે હુએ ખાને સે લગતા હૈ
  •  પેટ ભરકે ખાના, લેકિન થાલી મેં મત બચાના
  •  બડે બડે ફંકશન મેં ઐસે છોટે-છોટે વેસ્ટ હોતે રહેતે હૈ…નો…નો…
  •  આજ મેરે પાસ સ્વીટ હૈ, રોટી હૈ, સબ્જી હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ ? …. મેરે પાસ સાફ થાલી હૈ
  •  બસંતી… અપના ખાના ડસ્ટબીન કે લિએ મત બચાના
  •  એક બાર જો મૈને ખાના ખા લીયા… ફિર થાલી સાફ કરને મેં અપને આપ કી ભી નહીં સુનતા
  •  થાલી મે ખાના અભી… બાકી હે મેરે દોસ્ત
  •  પુષ્પા… આઈ હેટ વેસ્ટ ફુડ રે…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો