દળવા ગામે બીરાજમાન રાંદલ માતાની કથા

દળવા ગામે સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન છે. દળવા રાંદલ માતાજીનું મુળ સ્થાનક છે. રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી છે. વિશ્વકર્માએ પોતાની પુત્રી રાંદલના લગ્ન સૂર્ય દેવ સાથે કર્યા હતા. તેમને બે પુત્રો યમ અને યમુના થયા. સૂર્ય દેવે રાંદલ માતાને મૃત્યુ લોકમાં અધર્મના રસ્તે જતાં રહેલા લોકોને ધર્મના માર્ગે પરત લાવવાનું કામ આપ્યું હતું.

દંત કથા મુજબ વર્ષો પહેલા ગુજરાતમાં ભયંકર દૂકાળ પડ્યો હતો. એવામાં સૂર્યદેવની આજ્ઞાથી માતા રાંદલ દળવામાં આવ્યા હતા એ પણ બાળકી સ્વરૂપે. કેટલાક માલધારીઓ પાણીની શોધમાં અહીં આવ્યા. તેઓએ આ વેરાન જગ્યાએ બાળકીને રમતી જોઈ. માલધારીઓ બાળકી પાસે જઈ માથે હાથ મૂક્યો. ત્યાંતો વર્ષોથી પાણી માટે વલખા મારતી ધરતી પર મેધરાજા પ્રસન્ન થયા. આ પછી માલધારીઓ આ બાળકીને પોતાની સાથે લઈ ગયા અને તેને ઉછેરવા લાગ્યા. આ દરમિયાન માતા રાંદલે અનેક પરચા આપ્યા હતા. દળવાની બાજુમાં વાંસાવડ ગામ આવેલું હતું. પહેલા આ ગામ ધૂતારપૂર તરીકે ઓળખાતું હતું જ્યાં એક મુસ્લિમ રાજાનું સાશન હતું.

માતા રાંદલના લોટા તેડતી વેળાએ ઘોડો કેમ ખૂંદવામાં આવે છે?

રાજાના સૈનિકો માલધારીઓ પાસે દૂધ-દહી લેવા માટે આવતા હતા. તે વખતે માતા રાંદલની ઉંમર 16 વર્ષની હતી. માતા રાંદલના એ મનમોહક રૂપના સૈનિકોએ રાજા આગળ વખાણ કર્યા. તેથી રાજાએ માતા રાંદલને મહેલમાં લઈને આવવાનો હુકમ કર્યો. સૈનિકોએ આખો માલધારીનો આખો નેસ ફરી વળ્યા પણ તેઓને ક્યાય 16 વર્ષની કન્યા નજરે ન પડી. કારણ કે માતા ફરી બાળકીના રૂપમાં આવી ગયા હતા. સૈનિકોએ એવું માની લીધું કે માલધારીઓએ આ કન્યાને ક્યાંક છૂપાવી દીધી છે. આધી રાજાએ દળવા ઉપર આક્રમણ કર્યું. આથી માતા રાંધલ ક્રોધાયમાન થયા. માતાએ તેની પાસે રહેલી વાછડી પર હાથ મૂક્યો તે સિંહના રૂપમાં આવી ગઈ. આ સિંહ રાજાના સૈનિકો પર તૂટી પડ્યો. રાજાનો પરાજય થયો. ત્યારથી માતા અહીં સ્થાયી થયા. અહીં માતા હાજરા હજુર મનાય છે. જ્યારે માલધારીઓને માતાના અસલી સ્વરૂપની જાણ થઈ ત્યારે માતાએ તેઓને આ સ્થાન ક્યારેય નહીં છોડવાનું વચન આપ્યું હતું.

રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી, સૂર્ય દેવની પત્ની તેમજ યમ અને યમુનાના માતા છે.

માતા રાંદલ સૂર્ય દેવના પત્ની હતા. તેઓ સૂર્યદેવના આકરા તાપને સહન કરી શકતા ન હતા. આથી તેઓએ પોતાની છાયાને સૂર્ય દેવની સેવામાં મૂકી પોતે તપ કરવા જતાં રહ્યા. માતા અશ્વનું રૂપ લઈ તપ કરવા લાગ્યા. બીજી તરફ છાયાએ કોઈ વાતે ક્રોધે ભરાઈ યમરાજને શ્રાપ આપી દીધો હતો. સૂર્ય દેવને આ વાતની જાણ થઈ અને તેને લાગ્યું કે કોઈ માતા તેના બાળકને કઈ રીતે શ્રાપ આપી શકે નક્કી કંઈક છે. આથી તેમણે તપાસ શરૂ કરી. તેમને ખ્યાલ આવ્યો કે માતા અશ્વનું રૂપ લઈ તપ કરી રહ્યા છે આથી તેઓએ પણ અશ્વનું રૂપ લઈ માતાનું તપ ભંગ કર્યું. સૂર્ય દેવે માતાને તપ કરવાનું કારણ પૂછ્યું ત્યારે માતાએ પોતે આકરો તાપ સહન નથી કરી શકા તે વાત કરી. આથી સૂર્ય દેવે પોતાની 16 કળામાંથી એક કળા માતાને આપી અને પોતાનું તેજ ઓછું કર્યું. આથી બધા દેવી દેવતાઓ રાજી થયા અને માતાને આશીર્વાદ આપ્યા કે લોકો પોતાના શુભ પ્રસંગમાં માતાનું સ્થાપન કરશે. ત્યારે સૂર્ય દેવ પણ કહ્યું કે હું પણ એ સમયે ઘોડો ખુંદવા માટે આવીશ.

મંદિરના મુખ્ય આકર્ષણો: અહીં રાંદલિયા હનુમાનનું મંદિર પણ આવેલું છે, અહીં હનુમાનજી પણ જોડીમાં બીરાજમાન છે. દળવાના મંદિરમાં દરરોજ 108 લોટા તેડાવવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું: આ મંદિર અમરેલીથી 30 કિમી અને ગોંડલથી 40 કિમી દૂર છે. અહીં લોકો પોતાના વાહન લઈને આવવાનું વધારે પસંદ કરે છે.

નજીકના મંદિરો:

1. ભુવનેશ્વરી પીઠ ગોંડલ-30 કિમી
2. ખોડિયાર મંદિર ગળધરા- 70 કિમી.
3. સાળંગપુર હનુમાન -108 કિમી

રહેવાની સુવિધા : અહીં રહેવા જમવાની ઉત્તમ સુવિધા છે.

સરનામું: શ્રી રવિ રાંદલ મંદિર દળવા, વાયા લુણીધાર (સ્ટેશન), ગોંડલ-વાસાવડ પાસે, જિલ્લો અમરેલી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો