સમાજે ગૌરવ અને પ્રેરણા લેવા જેવી સત્ય ઘટના.

સમાજે ગૌરવ અને પ્રેરણા લેવા જેવી સત્ય ઘટના.
વાત છે રામાણી પરીવાર ની

નામ:રામાણી હરેશભાઈ ગેલાભાઈ
ગામ: વાવડા
તા-બાબરા
જી-અમરેલી

હરેશભાઈ ના લગ્ન હીરલ સાથે 12-2-2008 ના રોજ સુરત મુકામે થયેલ. એમનો સંસાર સુખેથી ચાલતો હતો અને ચાલે જ છે

એમને ત્યા ભગવાને 7-10-2009 ના રોજ એક દિકરી આપી જેનુ નામ છે આયુૃષી. પહેલા ખોળે દિકરી જન્મી એટલે પતિ પત્ની ખુબ જ ખુશ હતા.

ત્યાર બાદ 2011 મા ફરીથી હીરલબેન ને સારા દિવસો ની શરૂઆત થઈ એટલે સંસ્કાર ભુલી ચુકેલ અને આધુનીકતા ને વરેલો આપડો સમાજ કહેવા લાગ્યો કે એક દિકરી તો છે એટલે હવે રિપોર્ટ કરાવી લેવાય એટલે ટુંક માં ભ્રૃણહત્યા કરવી એવો જ અર્થ થયો ઘરના સભ્યો પણ કહેતા કે રિપોર્ટ કરી લેવો જોઈએ પરંતુ પતિ પત્ની આવી વાતને માનતા નહોતા કેમ કે હરેશભાઈ અને એમના પત્ની સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલ હતા.

સતત રામાયણ,ગીતા, વેદ, ઉપનિષદ્ નો સ્વાધ્યાય કરવાથી માણસ મા સંસ્કાર નિર્માણ થાય છે બાકી કાયદા બનાવવાથી કે બેટી બચાઓ અભિયાન ચલાવવાથી ક્યારેય જોઈએ એવુ પરીણામ સમાજ માં આવશે નહી. હરેશભાઈ કહેતા આપણને ભગવાન જે આપે તે જ જોઈએ કેમ કે ભગવાન ના સંસાર ચક્ર માં અવરોધ ઊભો કરવો એ પાપ છે એટલે અમારે કોઈ પાપ કરવુ નથી ભગવાનની જે ઈચ્છા હશે તે થશે.

ત્યાર બાદ 8-7-2012 ના રોજ બીજી દિકરી નો જન્મ થયો એમનુ નામ રાખ્યુ “સંસ્કૃતિ” આખી ઘટના નો ટર્નિંગ પોંઈન્ટ હવે છે સંસ્કૃતિ ના જન્મ થી ઘરના અમુક સભ્યો નારાજ થયા કેમ કે બીજી દીકરી જન્મી પણ પતિ પત્ની ખુશ જ હતા.

હવે જે સંસ્કૃતિ ને સમાજ ગર્ભ મા જ મારી નાખવાની સલાહ આપતો હતો એ દિકરી આજે કેટલી હોશીયાર છે તે જોઈયે.

સંસ્કૃતિ “નિલમાધવ પબ્લિક સ્કુલ” કામરેજ સુરત, અભ્યાસ કરે છે
2017 ની વાર્ષીક પરીક્ષા માં જુ.કે.જી માં 97% ની સાથે ત્રીજો નંબર મેળવેલ અને All sport Academy નામની સુરત ની સંસ્થા ડાંન્સ અને સ્પોર્ટ નુ દર વર્ષે આયોજન કરે છે જેમા સંસ્કૃતિ એ ભાગ લીધેલો અને All Surat District level Dance competition Finale 2017 માં આખા જીલ્લા માં બીજો નંબર મેળવેલ. તેમજ વર્ષ દરમીયાન સહઅભ્યાસિક પ્રવૃતિ માં પણ નંબર મેળવેલ. બધીજ રીતે હોશીયાર દીકરી ને જો ગર્ભમાં જ મારી નાખવામાં આવી હોતે તો આજે આ ગૌરવ લેવા જેવી ઘટના ના બનતે.

આજે હરેશભાઈ ને બે દીકરી અને એક દીકરો પણ છે અને દીકરો પણ ભગવાને મોકલેલ છે નહી કે રિપોર્ટ કરાવીને આવેલ અને આજે પરિવાર ખુબજ સુખી છે.

જય સરદાર જય પાટીદાર
-અસ્તુ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો