અમરેલીનાં સેવાભાવી યુવક રાકેશ નાકરાણીએ જન્મદિને અંગદાન કરવાનો સંકલ્પ પત્ર ભર્યો

સમગ્ર દુનિયામાં અત્યારે હજારો માણસો પોતાના શરીરનાં અવયવો જેવા કે કીડની, હૃદય, ફેફસા, લીવર તથા આંખોની બિમારીથી પીડાય છે. આમાં વધારે પડતા દર્દીઓ ભારતમાં છે. જો તેઓને જે અવયવની બિમારી હોય અને જે અવયવની બિમારી હોય અને અવયવ તેને બીજા કોઈ વ્યકિતનું મળી જાય તો તે પોતાની જીંદગી બચાવી શકે અને સામાન્ય માણસની જેમ જીવી શકે. આવી અંગદાનની પ્રવૃતિ આપણા દેશમાં ચાલુ થઈ છે.

કોઈ વ્યકિત બિમાર હોય અને તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયેલ હોય (Braindeth) તેમાં શરીરમાંથી આ અવયવો કાઢીને જરૂરીયાત વાળા દર્દીઓના શરીરમાં બેસાડવામાં આવે છે. આવા દર્દીઓએ અકસ્માતમાં મગજને ઈજા થયેલ હોય, કોઈ દર્દી વેન્ટીલેટર ઉપર હોય એનો સમાવેશ થતો હોય છે. આવી અંગદાન પ્રવૃતિ ભાવનગરમાં ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર કાબરિયાએ શરૂ કરી છે. આ પ્રવૃતિ અમરેલીમાં તેની રાહબરી નીચે ચાલુ થાય એવું આયોજન વિચારવામાં આવેલ છે. આ અવયવો તેના શરીરમાંથી કાઢીને જરૂરિયાતવાળા દર્દીઓમાં બેસાડવામાં આવે છે. એટલે એક આવા દર્દી બજા પાંચ દર્દીઓને નવું જીવન બક્ષે છે.

ડો. ગજેરાએ આ નિર્યણની કરી પ્રશંસા

આ પહેલા અમરેલીમાંથી એક દર્દીએ આવુ અંગદાન કરેલ છે. જેની બન્ને કીડની, લીવર અને બંને આંખોનું દાન અત્યારે પાંચ વ્યકિતઓને જીવન ઉજાળે છે. હવે આ પ્રવૃતિને વધુ વેગ મળે એટલે અમરેલીમાંથી રાકેશભાઈ બાબુ ભાઈ નાકરાણી (ઉ.વ.૩૦)એ પોતાની ઈચ્છા આવા અંગદાન માટે જાહેર કરી છે. અને તેનું ફોર્મ પણ ભર્યુ છે. આ પ્રવૃતિ માટે કોઈએ પોતાનું અંગદાન કરવું હોય તો જન સ્વાસ્થ્ય અભિયાનના કાર્યકર ડો. ગજેરા મો.નં.૯૪૨૬૨ ૦૮૨૫૪ નો સંપર્ક કરવો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો